આઇપીએલ સટ્ટાબાજો માટે ગોવા હોટ ફેવરીટ : વધુ એક દરોડો : ગુજરાત કનેકશન નીકળ્યું!

28 October 2020 12:35 PM
kutch Crime Gujarat
  • આઇપીએલ સટ્ટાબાજો માટે ગોવા હોટ ફેવરીટ : વધુ એક દરોડો : ગુજરાત કનેકશન નીકળ્યું!

ભાડે રાખેલા વિલામાંથી ગાંધીધામના ત્રણ બુકી ઝબ્બે : 1.17 કરોડના ઓનલાઇન દાવ લગાવ્યાની કબુલાત

ભૂજ તા.28
હાલમાં ચાલી રહેલી આઈપીએલ ક્રિકેટની સીઝન પીક પર પહોંચી છે ત્યારે ગોવા પોલીસે ગોવાના કાંઠાળ વિસ્તારમાં આવેલા એક વીલામાં દરોડો પાડીને મુળ કચ્છના ગાંધીધામ શહેરના ત્રણ યુવાનોને ઓનલાઈન સટ્ટો રમાડતા ઝડપી પાડ્યા હતા.જેનુ ગુજરાત કનેકશન નીકળ્યું છે.


સટોડિયાઓ માટે માનીતી મનાતી આઈપીએલ ક્રિકેટ સિરીઝ શરુ થયા બાદથી માત્ર કચ્છ, ગાંધીધામના નહિ, પરંતુ દેશના લગભગ તમામ રાજ્યોમાંથી ઓનલાઈન સટ્ટો રમાડતા લોકો ગોવા જેવા સ્થળોએ પહોંચી જઈને ત્યાંથી હેંડલીંગ કરી રહ્યા હોવાની બાબત ધ્યાને આવતા ગોવા પોલીસે વિવિધ સ્થળોએ દરોડા પાડવાની શરૂઆત કરી, જે અંતર્ગત અત્યાર સુધી સીઝનના સાત થી વધુ દરોડા ગોવા પોલીસ પાડી ચુકી છે.ગોવાના દરીયાઈ કાંઠે આવેલા અરપોરા ગામમાં આવેલા એક વીલામાં ગોવા પોલીસની ગુન્હાશોધક શાખાએ દરોડો પાડ્યો હતો.


ભાડે લીધેલા આલીશાન વિલામાં મોટા પાયે ક્રિકેટ સટ્ટેબાજી ચાલતી હોવાનું જાણવા મળતા આ કાર્યવાહી કરાઈ હતી. જેમાં મુળ ગાંધીધામ, આદિપુરના શક્તી પંજાબી, વીશાલ આહુજા અને હિતેશ કેશવાણીને આઈપીએલમાં સટ્ટો લગાડીને રમાડતા ઝડપી પડાયા હતા. જેમણે ઈન્ડીયન પ્રીમીયર લીગ શરુ થઈ, ત્યારથી અત્યાર સુધીમા 1.17 કરોડ નો સટ્ટો લગાડ્યો હોવાનો એકરાર કર્યો હોવાનું પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.


આ સમગ્ર ઘટના અંગે ગોવાની ગુન્હાશોધક શાખાએ જણાવ્યું હતું કે સ્માર્ટ ફોન થકી આઈપીએલ પર સટ્ટો લગાવવાના કોલ સટોડિયાઓ સ્વીકારી રહ્યા હતા, આરોપીઓ તેના લેપટોપ થકી હાઈ ટેક કોમ્પ્યુટર સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે તેમને ઝડપી પડાયા હતા, તેમના ગ્રાહકો ગુજરાતના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતાં રાજ્યભરમાં ચકચાર પ્રસરી છે.


Related News

Loading...
Advertisement