સિંહોને મોજ; સૌરાષ્ટ્રમાં વીડી વિસ્તાર વધી ગયો

28 October 2020 12:35 PM
Rajkot Saurashtra
  • સિંહોને મોજ; સૌરાષ્ટ્રમાં વીડી વિસ્તાર વધી ગયો

ઘાસ વિસ્તારમાં તૃણભક્ષી પશુઓની હાજરીથી શિકાર સહેલાયથી મળી રહે છે

રાજકોટ તા.28
સિંહ ગમે તેટલો ભૂખ્યો હોય તો પણ એ કયારે ઘાસ ખાતો નથી એવી એક ઉક્તિ છે, પણ ઘાસનો અભાવ સિંહોના મનપસંદ વસવાટને ખતમ કરી શકે છે.
વર્ષો દરમ્યાન, સૌરાષ્ટ્રની કુદરતી ચરિયાણ જમીનના મોટા પટ્ટા જાડા અને જંગલી વનસ્પતિના ઉગી નીકળવાથી ઝડપથી નાબુદ થઈ રહ્યા છે.
પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં આમ વીડી સમગ્ર પ્રદેશમાં અદભૂતપણે સજીવ થાય છે.
નિષ્ણાંતો કહે છે કે ઘાસનું વાવેતર ચાલુ વર્ષે 2 કરોડ કિલો જેટલું થશે. માત્ર સિંહ સંરક્ષણ માટે જ નહીં પણ આવી ફેલાયેલી જમીન પર ટકેલી ઈકોસીસ્ટમને પણ એનાથી લાભ થશે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ એમ પાંચ જિલ્લામાં 10 વીડીમાં 60 જેટલા સિંહ રહે છે. જો કે ગીર અભ્યારણ્ય સહિત જંગલ વિસ્તારોમાં 500થી વધુ સિંહો વિહરી રહ્યા છે.
વાસ્તવમાં બે સિંહ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીકની ચોબારી ચરિયાણા વિસ્તારમાં જોવા મળ્યા હતા.
વન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઘાસ વિસ્તારોમાં તૃણભક્ષી પશુઓની હાજરીના કારણે સિંહોને સહેલાયથી ખોરાક મળી રહે છે.
સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં રાણી ગાળા વીરડી અને જુનાગઢ જિલ્લામાં બાબરા વીરડી એમ એ મોટા ઘાસ ઉગતા વિસ્તારો છે.


Related News

Loading...
Advertisement