17 ડિસેમ્બરે એડિલેડમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ડે-નાઈટ ટેસ્ટ મેચ: કાર્યક્રમ જાહેર

28 October 2020 12:31 PM
Sports
  • 17 ડિસેમ્બરે એડિલેડમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ડે-નાઈટ ટેસ્ટ મેચ: કાર્યક્રમ જાહેર

27 નવેમ્બરે સિડનીમાં પ્રથમ વન-ડે, 4 ડિસેમ્બરે કેનબરામાં પહેલો ટી-20: વન-ડે, ટી-20 અને ટેસ્ટ શ્રેણીના 10 મેચ માટે તૈયારીઓ શરૂ

મુંબઈ, તા.28
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ ભારતના આ પ્રવાસનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. કાર્યક્રમ અનુસાર ભારત એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે. ઓસ્ટ્રેલિયાના આ પ્રવાસ દરમિયાન કોહલીની સેના ચાર ટેસ્ટ, ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મુકાબલા પણ રમશે. પ્રવાસની શરૂઆત વન-ડે મુકાબલાથી થશે. 27, 29 અને 2 ડિસેમ્બરે ત્રણેય વન-ડે રમાઈ જશે. જ્યારે 4,6 અને 8 ડિસેમ્બરે ત્રણ ટી-20 મેચની શ્રેણી રમાશે. જ્યારે પહેલો ટેસ્ટ 17 ડિસેમ્બરથી પ્રારંભ થશે અને બન્ને ટીમો મેલબર્નમાં બોક્સિગં ડે ટેસ્ટ મેચ પણ રમશે.
કાર્યક્રમ જાહેર કરતાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓએ કહ્યું કે ત્રણેય ફોર્મેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જોરદાર ટક્કર રહી છે. અમે વિરાટ કોહલી અને તેની ટીમનું આ ગરમીઓમાં ઓસ્ટ્રેલિયામાં સ્વાગત કરીએ છીએ. અમે બીસીસીઆઈ સાથે મળીને પાછલા થોડા મહિનાઓ દરમિયાન આ પ્રવાસને સફળ બનાવવા માટે ઘણું જ કામ કર્યું છે. અમે બીસીસીઆઈના આભારી છીએ. ખેલાડીઓની સુરક્ષા અમારા માટે સૌથી પહેલાં છે અને તેના માટે અમે સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

ઈન્ડિયા ‘એ’ ટીમ પણ રમશે ડે-નાઈટ ટેસ્ટ
ટેસ્ટ શ્રેણી પહેલાં ઈન્ડિયા ‘એ’ ટીમ પણ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. દરમિયાન બન્ને ટીમો વચ્ચે 11થી 13 ડિસેમ્બર વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ સીડનીમાં રમાશે. પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમની જાહેરાત કરી દીધી હતી. ટીમમાં પસંદ કરાયેલા જે કોચ અને ખેલાડી જે યુએઈમાં નથી તે ટૂંક સમયમાં પહોંચી જશે અને ત્યાંથી આખી ટીમ 10 નવેમ્બરે આઈપીએલ પૂર્ણ થયા બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સાથે ચાર્ટર્ડ પ્લેનથી સિડની પહોંચશે.


Related News

Loading...
Advertisement