ધોરાજીમાં બિસ્માર માર્ગોનું તત્કાલ મરામત કામ કરવા માંગણી

28 October 2020 12:24 PM
Dhoraji
  • ધોરાજીમાં બિસ્માર માર્ગોનું તત્કાલ મરામત કામ કરવા માંગણી

તંત્રવાહકોની નિષ્ક્રિયતા સામે નગરજનોમાં રોષ

ધોરાજી,તા. 28
ધોરાજીમાં બિસ્માર બનેલા માર્ગોનું તત્કાલ મરામત કામ કરવા માંગણી ઉઠવા પામી છે.ધોરાજીના જેતપુર રોડ જુનાગઢ તેમજ જમનાવાડ રોડ પર બનલા રોડ પર ચોમાસામાં મોટા મોટા ખાડાઓ પડેલ છે. આ અંગે જાગૃત લોકોએ ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરતી થીંગડાઓ મારેલા છે પણ હજુ ઘણા રોડ પર ખાડા યથાવત છે. જેતપુર રોડ પર ખાડાઓ છે.

અને ખાડાથી વાહનચાલકો અને રાહદારીઓ હેરાન છે. હાલ તહેવારો નજીક આવે છે. છતા તંત્રની આંખ ખુલતી નથી. અને ધુળની ડમરીઓ ઉડતી હોય વેપારીઓને દુકાનો પર પ્લાસ્ટીક રાખવાની ફરજ પડી રહી છે. ધોરાજીના બાયપાસ પર મોટા મોટા ખાડાઓ પડી ગયેલ છે. સર્વિસ રોડ પર તાત્કાલીક રીપેરીંગ થાય તેવું લોકો ઇચ્છી રહ્યાં છે.


Loading...
Advertisement