ગોંડલના અનિડા પાસે બંધ ટ્રક પાછળ બાઇક ધડાકાભેર અથડાતા યુવાનનું મોત

28 October 2020 12:14 PM
Gondal
  • ગોંડલના અનિડા પાસે બંધ ટ્રક પાછળ
બાઇક ધડાકાભેર અથડાતા યુવાનનું મોત

સેમળા ગામે તળાવમાં ડુબી જવાથી વૃઘ્ધનું મોત

ગોંડલ તા.28
ગોંડલ શહેર થી ગુંદાળા અનિડા જતો રોડ અકસ્માત માટે કુખ્યાત બન્યો હોય છેલ્લા એક સપ્તાહમાં ચાર માનવ જિંદગીના ભોગ લેવાયા બાદ વધુ એક અકસ્માત ની ઘટનામાં બિહારી યુવાન નું મોત નીપજ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ રિદ્ધિ સિદ્ધિ કોટન પ્રા. લી. કારખાનામાં મજૂરી કામ કરતો મૂળ બિહારના દીપકકુમાર વિરેન્દ્રભાઈ રામ ઉ.વ. 21 ગત સાંજના બાઈક પર પસાર થઈ રહયો હતો ત્યારે અનિડા ગામ પાસે પુષ્કર વેર હાઉસ પાસે બંધ ઉભેલા ટ્રક પાછળ બાઈક ધડાકાભેર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં યુવાન ને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે 108 મારફત સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તેનો માત્ર મૃતદેહ જ પહોંચ્યો હતો ઘટના અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ડુબી જતાં મોત
સેમળા તાલુકાનાં સેમળા ગામે અજીબોગરીબ ઘટના માં તળાવ માં ડુબી જવાથી વૃધ્ધ ભરવાડ ઝીણાભાઈ જીવાભાઇ પરસારીયા નું મોત નીપજ્યું હતું.બન્યુ એવું કે સવારે આઠ નાં સુમારે સેમળા નજીક નાં સાથીયા તળાવમાં ઝીણાભાઈ પોતાનાં ગાડર (ઘેટાં)ને નવરાવતાં હતાં.દરમ્યાન પાણી માં પગ લપસતાં ઝીણાભાઈ તળાવ માં ઉંધામાથે પટકાયા હતાં અને ગાડર તેમનાં શરીર પરથી પસાર થતાં પાણી પી જવાથી તેમનું મોત નિપજ્યું હતું.બનાવ ની જાણ ગામ લોકોને થતાં દોડી જઇ મૃતદેહ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.


Loading...
Advertisement