સિદસરના ઉમિયા મંદિરના પરિસરમાં ખાદી તીર્થનું ઉદઘાટન

28 October 2020 12:06 PM
Gondal
  • સિદસરના ઉમિયા મંદિરના
પરિસરમાં ખાદી તીર્થનું ઉદઘાટન

સાંસદ રમેશભાઇ ધડુક સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

ગોંડલ તા.28
ઉદ્યોગ ભારતી ગોંડલ સંચાલિત ખાદી ગ્રામોદ્યોગ વેચાણ કેન્દ્ર ખાદી તીર્થ નું ઉમીયા મંદિર સિદસર ખાતે ઉદ્દઘાટન સાંસદ રમેશભાઈ ધડુંક, પૂર્વ મંત્રીચીમનભાઈ સપરિયા, ખાદી કમિશન ના સ્ટેટ ડાયરેક્ટર સંજય હેડાઉ, ગોંડલ નગરપાલિકા ના રાજભા જાડેજા, ઉદ્યોગભારતી સંસ્થા ના પ્રમુખ મધુસૂદનભાઈ દોગા વિગેરી ની હાજરી માં થયેલ હતું.
મંદિર ના સુંદર પરિસર માં આવતા યાત્રાળુઓને ગોંડલ ની પ્રખ્યાત ખાદી મળી રહેશે અને ખાદી ગ્રામોદ્યોગ વસ્તુઓ ના સ્વદેશી વેચાણ ને વેગ મળશે.ગોંડલ સાયકલ કલબ ના મિત્રો ખાદી વસ્ત્રો થી સજ્જ ખાસ ઉપસ્થિત રહેલ અને લોકો ને ખાદી ખરીદવા ખાસ આકર્ષિત કરેલ હતા.


Loading...
Advertisement