સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત

28 October 2020 11:48 AM
Gujarat Saurashtra
  • સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત

ગાંધીનગરમાં 15.8, વલસાડ-16 અને રાજકોટમાં 19.4 ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ,તા. 28
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજરોજ પણ સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ખાસ કરીને આજે સવારે 15.8 ડીગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનુ્ં પાટનગર ગાંધીનગર સૌથી ઠંડુ રહ્યું હતું. આ ઉપરાંત 16 ડિગ્રી સાથે વલસાડ બીજા ક્રમે રહેવા પામ્યું હતું.


દરમ્યાન આજે પણ રાજકોટવાસીઓએ સવારે ગુલાબી ઠંડી અનુભવી હતી. આજે સવારે શહેરનું લઘુતમ દરમ્યાન આજે પણ રાજકોટવાસીઓએ સવારે ગુલાબી ઠંડી અનુભવી હતી.

આજે સવારે શહેરનું લઘુત્તમ તાપમાન 19.4 ડીગ્રી નોંધાયું હતું. અને હવામાં ભેજ 72 ટકા રહ્યો હતો. જ્યારે પવનની સરેરાશ ગતિ 10 કિ.મી. રહેવા પામી હતી.
આ ઉપરાંત આજે સવારે અમદાવાદ ખાતે 19.1 ડીગ્રી, ડીસામાં 17.2 ડીગ્રી, વડોદરામા્ 19 ડીગ્રી, સુરતમાં 21.8 ડીગ્રી, કેશોદમાં 19.6, ભાવનગરમાં 19, પોરબંદરમાં 22, વેરાવળમાં 23.5, દ્વારકામાં 24 ડીગ્રી અને ઓખામાં 25.1, ભુજમાં 21, નલીયા ખાતે 1.2 ડીગ્રી, સુરેન્દ્રનગરમા્ં 20.9, અમરેલીમાં 20.5, મહુવામાં 19 અને દિવમાં 19.8 ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.


Related News

Loading...
Advertisement