સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાની પકકડ ઢીલી પડી : દર્દીઓ સાજા થવાની સંખ્યા વધી

28 October 2020 11:00 AM
kutch Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાની પકકડ ઢીલી પડી : દર્દીઓ સાજા થવાની સંખ્યા વધી

ર4 કલાકમાં રરપ પોઝીટીવ કેસની સરખામણીએ ર68 દર્દીઓ સાજા થયા : ભાવનગર-જામનગર જિલ્લામાં રાહત : રાજકોટ 94, જામનગર ર6, ભાવનગર 1ર, જૂનાગઢ 18, સુરેન્દ્રનગર 18, અમરેલી 17, મોરબી 1ર, ગીર સોમનાથ 8, દ્વારકા 6, બોટાદ-પોરબંદર 1, કચ્છ 1ર કેસ : સરકારી-ખાનગી કોવિડ હોસ્પિટલોમાં બેડ ખાલી થવા લાગ્યા

રાજકોટ, તા. ર8
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના વાઇરસ કેસોની સરખામણીએ દર્દીઓ સાજા થવાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દર્દીઓ સાજા થવાની સંખ્યામાં વધારો થતા લોકો અને તબીબોએ હાશકારો અનુભવ્યો છે. તેમ છતાં હજુ કોરોનાને દેશવટો આપવો મુશ્કેલ છે.
આગામી દિવસોમાં શિયાળાની ઋતુ શરૂ થનાર હોય શરદી, ઉધરસની સાથે કોરોના ફરી મજબુત બને તેવી શકયતા છે. છેલ્લા ર4 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં રરપ કેસ સામે ર68 દર્દીઓ સાજા થયા છે રાજકોટ-4 અને જામનગર પ મોત નોંધાયા છે.
છેલ્લા ર4 કલાક દરમિયાન રાજકોટ 94, જામનગર ર6, ભાવનગર 1ર, જૂનાગઢ 18, સુરેન્દ્રનગર 18, અમરેલી 17, મોરબી 1ર, ગીર સોમનાથ 8, દ્વારકા 6, બોટાદ 1, પોરબંદર 1 અને કચ્છ 1ર મળી રરપ પોઝીટીવ કેસ નોંધાયા હતા.
રાજકોટ
રાજકોટ જિલ્લામાં નવરાત્રીની સમાપ્તિ સાથે કોરોના કેસમાં રાહત જોવા મળી રહી છે. છેલ્લા ર4 કલાક દરમિયાન વધુ 94 કેસ નોંધાયા છે. જેમાં રાજકોટ શહેર 66 અને ગ્રામ્યના ર8 કેસનો સમાવેશ થાય છે. શહેરનો કુલ આંક 837પ કેસ નોંધાયા છે. 77 દર્દીઓને રજા મળી હતી હાલ પ44 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઇકાલે 4 દર્દીઓના મોત નોંધાયા છે.
દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ સિંગલ ડીઝીટમાં રહ્યા છે, આ સાથે ડિસ્ચાર્જ થતાં દર્દીઓની સંખ્યા પણ મહદ્ અંશે વધુ રહી છે. જેના પરથી જિલ્લામાં હવે કોરોનાના વળતા પાણી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
દ્વારકા જિલ્લામાં ગઈકાલે મંગળવારે દ્વારકાના બે તથા ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુરના એક- એક મળી, કુલ પાંચ નવા દર્દીઓનો ઉમેરો થયો છે. જ્યારે દ્વારકાના ત્રણ, ભાણવડના બે તથા ખંભાળિયાનો એક મળી કુલ છ દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને રજા અપાઈ છે. સરકારી ચોપડે જિલ્લામાં હાલ માત્ર 61 એક્ટિવ કેસ સારવાર હેઠળ છે. જ્યારે મૃતકની સંખ્યા આઠ કોવિડ તથા 50 નોન કોવિડ મળી, કુલ 58 ની હોવાનું જાહેર થયું છે.
મોરબી
મોરબી જિલ્લામાં વધુ 1ર પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં હળવદ 1, ટંકારા ર અને શહેરના પ સહિત 1ર પોઝીટીવ કેસ નોંધાયા છે. ર દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે.
પોરબંદર
પોરબંદર જિલ્લામાં માત્ર 1 પોઝીટીવ કેસ અને ર દર્દીઓને રજા આપવામાં આવી છે.
જુનાગઢ
જુનાગઢ જિલ્લામાં વધુ 18 પોઝીટીવ કેસ નોંધાયા છે. જુનાગઢ શહેર 9, કેશોદ 4, વિસાવદર ર, માંગરોળ-જૂનાગઢ ગ્રામ્ય 1-1 મળી 18 કેસ સામે 19 દર્દીઓ કોરોના મુકત થયા છે.
ભાવનગર
ભાવનગર જિલ્લામાં વધુ 1ર નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 47ર3 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 7 પુરૂષ અને ર સ્ત્રી મળી કુલ 9 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ઉમારાળા ખાતે ર તેમજ પાલીતાણા તાલુકાના મોખડકા ગામ ખાતે 1 કેસ મળી કુલ 3 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના 14 અને તાલુકાઓના ર એક કુલ 16 કોરોના પોઝીટીવ દર્દી કોરોના મુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. જિલ્લામાં નોંધાયેલા 47ર3 કેસ પૈકી હાલ પ8 દર્દીઓ સારવાર હેઠળ છે જયારે અત્યાર સુધીમાં કુલ 4પ90 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં 68 દર્દીઓનું અવસાન થયેલ છે.
અમરેલી
અમરેલી જિલ્લામાં મંગળવારે કોરોના પોઝીટીવનાં 1પ દર્દીઓ સામે આવતા જિલ્લાનો કુલ આંક ર637 થયો છે. મંગળવારે ર0 જેટલા દર્દીઓ સ્વસ્થ થતા તે તમામને સારવારમાંથી મુકત કરવામાં આવતા હજુ પણ 147 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે જોકે કોરોનાના કારણે મૃત્યુનો કુલ આંક 33 જ રહેવા પામેલ છે.


Related News

Loading...
Advertisement