મિર્ઝાપુરના મુન્નાભૈયાની નવી વેબસિરિઝ રીલીઝ થવામાં

28 October 2020 10:14 AM
Entertainment
  • મિર્ઝાપુરના મુન્નાભૈયાની નવી વેબસિરિઝ રીલીઝ થવામાં

મુંબઇ, તા.28
ગત સપ્તાહે રીલીઝ થયેલી મિર્ઝાપુર-2 સુપર હીટ રહી છે, પ્રથમ સિઝનની જેમ જ બીજી સિઝનને ભારે લોકચાહના મળી છે. આ વેબસિરીઝનું દિવ્યેંદુ શર્માએ ભજવેલ મુન્નાભૈયાનું પાત્ર ઘરે ઘરે જાણીતું બન્યું છે. હવે આ મુન્ના ભૈયાની વધુ એક વેબસિરીઝ રિલિઝ થવામાં છે. મિર્ઝાપુરની બંને સિઝનમાં મુન્નાભૈયાનું પાત્ર સ્ક્રીન પર મહત્તમ સમય સુધી દેખાય છે.

હવે મુન્નાભાઇ એટલે કે દિવ્યેંદુ શર્માને લીડ રોલમાં ચમકાવતી બિરછુ કા ખેલ વેબ સીરીઝ રીલીઝ થવામાં છે. પોલીસ-ગુંડા વચ્ચેની ખેંચતાણ તથા મુન્નાભૈયાની બેક સ્ટોરી દર્શાવતી આ સીરીઝ 18 નવેમ્બરે ઝી ફાઇવ પર રીલીઝ થશે. આ સીરીઝમાં દિવ્યેંદુની સાથે અંશુલ ચૌહાણ, મુકુલ ચઢ્ઢા, સત્યજીત શર્મા સહિતના કલાકારો જોવા મળશે.


Related News

Loading...
Advertisement