નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકનાર યુવકને વડોદરા પોલીસે ઝડપી લીધો

27 October 2020 10:25 PM
Gujarat Politics
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકનાર યુવકને વડોદરા પોલીસે ઝડપી લીધો

પોલીસે રશ્મિન નામના યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

વડોદરા:
ગઈકાલે સોમવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પર કોઇકે ચપ્પલે ફેંક્યું હતું. આ ઘટનાથી ભારે ખળભળાટ મચી ગયો હતો. બનાવના પગલે પોલીસ તંત્ર દોડતું થયું હતું અને ચપ્પલ ફેંકનારની શોધખોળ હાથ ધરી હતી ત્યારે આજે મળતી વિગત મુજબ વડોદરા પોલીસે ચપ્પલ ફેંકનાર યુવાનને ઝડપી લીધો છે.

વડોદરાના કરજણમાં ગઈકાલે પેટા ચૂંટણીની જાહેર સભા સંબોધન કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા સમયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયું હતું. આ ઘટના બાદ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયુ હતું. ત્યારે આજે વડોદરા પોલીસે રશ્મિન નામના યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement