મુંબઈ ડ્રગ્સ કેસ : NCBએ દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશને ફરી સમન્સ મોકલ્યું

27 October 2020 09:37 PM
India
  • મુંબઈ ડ્રગ્સ કેસ : NCBએ દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશને ફરી સમન્સ મોકલ્યું

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો કરિશ્માની બીજીવાર પૂછપરછ કરશે

મુંબઈ:
મુંબઈ ડ્રગ્સ કેસમાં અભિનેત્રી દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશને એનસીબીએ ફરી સમન્સ પાઠવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેમની ફરીથી પૂછપરછ કરવામાં આવી શકે છે.

આ પહેલા 25 સપ્ટેમ્બરના રોજ દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશ એનસીબીની એસઆઈટી ઓફિસ પહોંચી હતી. તેમને ડ્રગ્સના કેસમાં તપાસમાં જોડાવા માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સમન્સ અપાયું હતું.

દીપિકાને ડ્રગ્સ ચેટ અંગે એનસીબી દ્વારા જ્યારે સવાલ કરવામાં આવ્યા હતા, ત્યારે દીપિકાએ ચેટ કર્યાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ જ્યારે કરિશ્માની સામે બેસાડી તેની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે ઘણી ચર્ચા બાદ તેણે કબૂલાત કરી હતી કે તેણે ચેટમાં 'માલ' મંગાવ્યો હતો. જેનો અર્થ સિગારેટ થાય છે.

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહના મોત બાદ જે તપાસ ચાલી હતી તેમા ડ્રગ્સ કનેક્શન બહાર આવ્યું હતું. એસીબીએ આ મામલામાં અત્યાર સુધીમાં 24 લોકોની ધરપકડ કરી છે. આમાં રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શૌવિક ચક્રવર્તી, સુશાંત સિંહ રાજપૂતના મેનેજર સેમ્યુઅલ મીરાન્ડા, દીપેશ સાવંત સહિત ડ્રગ્સ પેડલર ઝૈદ, બસીત પરિહાર સહિત અન્યનો સમાવેશ થાય છે. આમાં રિયા અને સેમ્યુઅલને કોર્ટમાંથી જામીન મળી ગયા છે.


Related News

Loading...
Advertisement