ભાવનગરમાં કોરોનાના નવા ૧૨ કેસ, ૧૬ દર્દી સાજા થયા

27 October 2020 08:59 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં કોરોનાના નવા ૧૨ કેસ, ૧૬ દર્દી સાજા થયા

જિલ્લામાં નોંધાયેલા કુલ ૪,૭૨૩ કેસો પૈકી ૫૮ દર્દી હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.૨૭
ભાવનગર જિલ્લામાં કોરોના હળવો પડ્યો છે. આજે ૧૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૪,૭૨૩ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૭ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૯ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ઉમારાળા ખાતે ૨ અને પાલીતાણા તાલુકાના મોખડકામાં ૧ કેસ મળી કુલ ૩ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૪ અને તાલુકાઓના ૨ એમ કુલ ૧૬ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા ૪,૭૨૩ કેસ પૈકી હાલ ૫૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૪,૫૯૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, તેમજ જિલ્લામાં કુલ ૬૮ દર્દીના મોત થયા છે.


Related News

Loading...
Advertisement