ગુજરાતમાં આજે કોરોનાના નવા 992 કેસ સામે 1238 દર્દીઓ સાજા થયા

27 October 2020 07:59 PM
Gujarat
  • ગુજરાતમાં આજે કોરોનાના નવા 992 કેસ સામે 1238 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 5 ના મોત, મૃત્યુઆંક 3698 : કુલ પોઝીટીવ કેસનો આંક 169073 પર પહોંચ્યો

રાજકોટઃ
ગુજરાતમાં કોરોના કેસો દિનપ્રતિદિન ઘટી રહ્યા છે. સારા સમાચાર એ છે કે, નવા કેસ કરતા સાજા થતા લોકોની સંખ્યા વધી રહી છે. આજે 1200 થી વધુ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યનો રિકવરી રેટ 89.84 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 992 કેસો નોંધાયા છે, જ્યારે 5 દર્દીઓના મૃત્યુ થયા છે. અને 1238 દર્દીઓ સાજા થયા છે. હાલ કુલ 64 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 13423 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 3698 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 169073 પર પહોંચ્યો છે.

◆ જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

સુરત 225,
અમદાવાદ 170,
વડોદરા 114,
રાજકોટ 94,
ગાંધીનગર 46,
મહેસાણા 35,
પાટણ 33,
જામનગર 26,
સાબરકાંઠા 25,
ભરૂચ 20,
સુરેન્દ્રનગર 18,
અમરેલી 17,
બનાસકાંઠા 17,
આણંદ 13,
પંચમહાલ 13,
કચ્છ 12,
મોરબી 12,
નર્મદા 12,
ભાવનગર 12,
જુનાગઢ 18,
ગીર સોમનાથ 8,
ખેડા 8,
મહિસાગર 8,
છોટા ઉદેપુર 7,
દાહોદ 7,
દેવભૂમિ દ્વારકા 6,
અરવલ્લી 4,
નવસારી 4,
તાપી 4,
વલસાડ 2,
બોટાદ 1,
પોરબંદર 1.


Related News

Loading...
Advertisement