બરેલી-ભૂજ વચ્ચે ખાસ ટ્રેન દોડશે

27 October 2020 07:00 PM
kutch Travel
  • બરેલી-ભૂજ વચ્ચે ખાસ ટ્રેન દોડશે

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશના બરેલી અને ભૂજ વચ્ચે બે ખાસ ટ્રેન દોડાવાશે. રપ ઓકટો. થી ર9 નવેમ્બર સુધી દર સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે 6.3પ કલાકે આ ટ્રેન બરેલીથી ભૂજ આવવા રવાના થશે. અને બીજા દિવસે 9.30 ભૂજ પહોંચશે. વળતી મુસાફરીમાં ર8 ઓકટો. થી ર ડિસે. વચ્ચે આ ટે્રન દર સોમવાર, બુધવાર, શુક્રવાર શનિવાર અને રવિવારે ભૂજથી સાંજે પ.0પ કલાકે રવાના થશે. અને બીજા દિવસે 8.3પ બરેલી પહોંચશે. આ ટે્રન ગુજરાતમાં પાલનપુર, ભીલડી, રાધનપુર, સામખીયાળી, ભચાઉ, ગાંધીધામ, આદિપુર અને અંજાર સ્ટેશન પર રોકાશે.


Related News

Loading...
Advertisement