અભિનેત્રી માલવી મલ્હોત્રા પર જીવલેણ હુમલો, હોસ્પિટલમાં દાખલ

27 October 2020 06:52 PM
Entertainment
  • અભિનેત્રી માલવી મલ્હોત્રા પર જીવલેણ હુમલો, હોસ્પિટલમાં દાખલ

જૂના મિત્રે ચાકુથી વાર કરતાં અભિનેત્રી લોહીલુહાણ

મુંબઇ તા. ર7 : અભિનેત્રી માલવી મલ્હોત્રા પર તેના જુના મિત્રએ જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પરિણામે અભિનેત્રીને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.અનેક હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલમાં કામ કરનાર અભિનેત્રી માલવી મલ્હોત્રા પર જીવલેણ હુમલો થયો છે. તેની સારવાર કોકીલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં ચાલી રહી છે.સ ગઇકાલે રાત્રે માલવીના જુના મિત્રે તેના પર ચાકુથી જીવલેણ હુમલો કરી દીધો હતો. સમગ્ર ઘટનાને લઇને મુંબઇ વર્સોવા પોલીસ સ્ટેેશનમાં ફરિયાદ નોેંધવામાં આવી છે.સારવાર પછી અભિનેત્રીની હાલત સુધારા પર છે. માલવી તેલુગુ અને મલયાલમની અનેક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. સાથે જ તેણે અનેક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.


Related News

Loading...
Advertisement