શેરબજારમાં ફરી 400 પોઈન્ટની તેજી: એન્જલ બ્રોકીંગમાં સર્કીટ: કોટક બેંક ઉછળ્યો

27 October 2020 06:50 PM
Business
  • શેરબજારમાં ફરી 400 પોઈન્ટની તેજી: એન્જલ બ્રોકીંગમાં સર્કીટ: કોટક બેંક ઉછળ્યો

રાજકોટ તા.27
શેરબજારમાં ઉથલપાથલનો નવો દોર શરુ થયો હોય તેમ આજે ફરી તેજીનો વળાંક આવ્યો હતો. પસંદગીના હેવીવેઈટ શેરોની હુંફે સેન્સેકસમાં 400 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.
શેરબજારમાં આજે માનસ તેજીનું બન્યું હતું. વિશ્ર્વબજારોના પ્રોત્સાહક ટ્રેન્ડની સારી અસર હતી. અનેક દેશોને નવેસરથી કોરોનાનો ભરડો તથા અમેરિકામાં નવા રાહત પેકેજમાં ઢીલ જેવા કારણોની અસર હતી. ગુરુવારે ઓકટોબર ફયુચરનો અંતિમ દિવસ હોવાથી તેના આધારીત વેપાર સરખા થતા રહ્યા હતા.
વ્યાજના વ્યાજમાં માફી છતાં બેંકો પર બોજ નહીં આવવાની ચોખવટથી રાહત હતી. એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક વગેરેમાં ઉછાળો હતો. નેસલે, શ્રી સિમેન્ટ, એશિયન પેઈન્ટસ, રીલાયન્સ બજાજ ફાઈનાન્સ, એનટીપીસી, અશોક લેલેન્ડ, મારૂતી ટીસ્કો, ટાઈટન, એકસીસ બેંક વગેરેમાં ઉછાળો હતો. થોડા દિવસો પુર્વે જ લીસ્ટેડ થયેલા અને ડીસ્કાઉન્ટમાં રહેલા એન્જલ બ્રોકીંગમાં ઉછાળા વચ્ચે તેજીની સર્કીટ હતી. ઈપકા લેબ, જસ્ટ ડબલ જેવા શેરો ઉંચકાયા હતા. ઈન્ફોસીસ, ઓએનજીસી, ટીસીએસ, વીપ્રો, સ્ટેટ બેંક, એચડીએફસી વગેરે નબળા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 400 પોઈન્ટના ઉછાળાથી 40545 હતો જે ઉંચામાં 40555 તથા નીચામાં 39978 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 126 પોઈન્ટના ઉછાળાથી 11894 હતો જે ઉંચામાં 11899 તથા નીચામાં 11723 હતો.


Related News

Loading...
Advertisement