જલેબી-ફાફડા ખાઇને 9 દિ’ના ઉપવાસ તોડતા જેઠાલાલ

27 October 2020 06:35 PM
Entertainment
  • જલેબી-ફાફડા ખાઇને 9 દિ’ના ઉપવાસ તોડતા જેઠાલાલ

સીરીયલના પાત્રની જેમ દિલીપ જોશી હકીકતમાં પણ ખાવાના શોખીન

મુંબઇ, તા.27
સમગ્ર દેશમાં આ વર્ષે કોરોનાને લીધે નવરાત્રીની સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી, નવરાત્રીમાં અનેક લોકો માઁ દુર્ગાની આરાધના માટે નવ દિવસના ઉપવાસ પણ રાખે છે. સામાન્ય લોકોની જેમ ટીવી અને બોલીવૂડના અનેક કલાકારો પણ 9 દિવસ સુધી વ્રત રાખે છે તેમાંથી એક જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ એટલે કે દિલીપ જોષી, જેઠાલાલે પણ પૂરા 9 દિવસ સુધી માઁની આરાધના અને વ્રત રાખ્યું હતું. નવરાત્રી પછી દશેરાના દિવસે તેણે પોતાનું વ્રત તોડયું હતું અને બ્રેક ફાસ્ટમાં પોતાને મન પસંદ વસ્તુઓ ફાફડા-જલેબીની જયાફત ઉડાવી હતી તેણે તેનો ફોટો પણ સોશ્યલ મીડિયામાં શેર કર્યો હતો.
દિલીપે પોતાના લંચનો ફોટો શેર કરતાં લખ્યું હતું કે, નવ દિવસના ઉપવાસ પછી જલેબી-ફાફડા ખાવાનો આનંદ અદભૂત છે! જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોષીને સિરિયલમાં પણ જલેબી-ફાફડાના શોખીન બતાવવામાં આવ્યા હતા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર સૌથી વધુ લોકપ્રિય છે તેણે તાજેતરમાં જ શો સાથે 10 વર્ષ પૂર્ણ કર્યા છે.


Related News

Loading...
Advertisement