એમનું કહેવાનું એમ હતું કે....: વિજય રૂપાણીનો બચાવ

27 October 2020 06:27 PM
Gujarat
  • એમનું કહેવાનું એમ હતું કે....: વિજય રૂપાણીનો બચાવ

ગઇકાલે ભાજપના જ એક કેબીનેટ મંત્રીએ કોંગ્રેસના ધારાસભ્યો જે મત વિસ્તારમાં હોય ત્યાં સરકારી ફંડ ઓછું આપવામાં આવે છે તેવો ખુલ્લેઆમ સ્વીકાર કરી લીધો અને મુખ્યમંત્રી વિજય રુપાણી પણ ત્યારે હાજર હતા. બાદમાં જ્યારે પત્રકારો સાથેની વાતચીતમાં આ અંગે પૂછાયું ત્યારે વિજય રુપાણીએ કહ્યું કે રમણભાઈ પાટકરના વિધાનનો અર્થ એ છે કે કોંગ્રેસના ધારાસભ્યો વિકાસના કામમાં રસ લેતા નથી અને સરકારી ભંડોળનો ઉપયોગ કરતા નથી અને તેથી તે મત વિસ્તારને ઓછું ભંડોળ મળે છે. હવે તેઓ ભાજપની ટીકીટ પર ચૂંટાશે અને તેથી તેમને સરકારી ભંડોળ પૂરેપૂરો ઉપયોગ કરવાની તક મળશે અને મત વિસ્તારનો વિકાસ થશે.


Related News

Loading...
Advertisement