મંગળભાઈ ગાવિતે તો ‘બલિદાન’ આપ્યું : વિજય રૂપાણી

27 October 2020 06:26 PM
Gujarat
  • મંગળભાઈ ગાવિતે તો ‘બલિદાન’ આપ્યું : વિજય રૂપાણી

ગુજરાતમાં ચાલી રહેલી પેટાચૂંટણીમાં ગઇકાલે ડાંગમાં પ્રચારમાં પહોંચેલા મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ એવું નિવેદન કર્યું કે કોંગ્રેસના ધારાસભ્ય મંગળભાઈ ગાવિતે તો પોતાની બેઠકોની બલિદાન આપ્યું છે. તેઓ અમારી પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીએ તો દેશને બદલી નાખ્યો છે. કલમ 370ની નાબૂદી, રામમંદિરનું નિર્માણ તથા સીએએ બીલની મંજૂરી તથા ટ્રિપલ તલ્લાક આ તમામ અદભૂત પગલા છે અને હું ભાજપમાં જોડાવા માગુ છું અને હું મારી બેઠક છોડી રહ્યો છે. શ્રી રુપાણીએ દાવો કર્યો કે આ જ રીતે કોંગ્રેસના અન્ય ધારાસભ્યો અમારી પાસે આવ્યા હતા અને પોતે બેઠકો છોડવા માગે છે તેવું કહ્યું હતું.


Related News

Loading...
Advertisement