મુઝફફરપુરની નિતીશ રેલીમાં ખાલી ખુરશીઓથી ચિંતા વધી

27 October 2020 06:20 PM
India Politics
  • મુઝફફરપુરની નિતીશ રેલીમાં ખાલી ખુરશીઓથી ચિંતા વધી

બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારને હાલમાં ગુસ્સો બહુ આવે છે. કારણ કે મતદારો તેનાથી નારાજ હોવાનો સંકેત તેમને મળી ગયો છે. છેલ્લી કેટલીક ચૂંંટણીઓમાં નિતીશ છવાયેલા રહેતા હતા પરંતુ આ ચૂંંટણીમાં સ્પષ્ટ રીતે તેમની રેલીઓમાં લોકોનો ઉત્સાહ નથી. મુઝઝફપુરમાં મુખ્યમંત્રીની ચૂંટણી સભાઓ હતી અને તેમાં ખુરશીઓ ખાલી જોતા નિતીશકુમારનો મૂડ વધુ ખરાબ થઇ ગયો હતો જો કે તેઓએ પોતાના કામ ગણવાનું શરુ કરી દીધું અને કહ્યું કે હું કોઇ વચનો આપવામાં માંગતો નથી. પરંતુ કામ કરવામાં માગુ છું. બિહારમાં રોજની બે થી ત્રણ રેલી સંબોધીત કરી રહ્યા છે અને લાલુના જંગલરાજને યાદ કરવાનું ભુલતા નથી.


Related News

Loading...
Advertisement