મધ્યપ્રદેશ બિકાઉ વિરુધ્ધ ટીકાઉનો જંગ

27 October 2020 06:18 PM
India Politics Top News
  • મધ્યપ્રદેશ બિકાઉ વિરુધ્ધ ટીકાઉનો જંગ

એક સમયે કોંગ્રેસમાં યુવા બ્રિગેડ તરીકે સાથે કામ કરનાર જ્યોતિરાદીત્ય સિંધીયા અને સચિન પાયલોટ હવે સામસામા છે અને મધ્યપ્રદેશમાં જ્યાં 28 બેઠકોની પેટાચૂંટણી યોજાઈ રહી છે તેમાં 22 બેઠકો એવી છે કે જે ધારાસભ્યોએ જ્યોતિરાદીત્ય સિંધીયાની સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા અને આ બેઠકો જીતાડવી એ સિંધીયાનો પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન છે પણ અહીં સચિન પાયલોટ કોંગ્રેસનો પ્રચાર કરવા આવ્યા છે. સચિન પાયલોટે પણ એક તબક્કે પક્ષમાં બળવો કર્યો હતો પરંતુ પક્ષ છોડયો નહીં. અને તેથી તેઓ પર ટીકાઉનું લેબલ લાગી ગયું છે જ્યારે સિંધીયાને બીકાઉ તરીકે ઓળખવામાં આવે છે. પાયલોટે જો કે તેના જૂના મિત્ર પર પ્રહાર કરવા સંયમ જાળવ્યો છે. તો બીજી તરફ સિંધીયા પણ રાહુલ ગાંધી અંગે કંઇ બોલવા માગતા નથી પણ મધ્યપ્રદેશમાં પાયલોટના પ્રચારથી વાતાવરણમાં ગરમી આવી ગઇ છે.


Related News

Loading...
Advertisement