લોકજનતાંત્રિક પક્ષના હાઈફાઈ મહિલા ઉમેદવાર ચર્ચામાં

27 October 2020 06:16 PM
India Politics
  • લોકજનતાંત્રિક પક્ષના હાઈફાઈ મહિલા ઉમેદવાર ચર્ચામાં

ચિરાગ પાસવાન બિહાર વિધાનસભામાં જે ઉમેદવાર શોધ્યા છે તેઓ નવા અને યુવા પણ છે. અને તેમાં સૌથી વધુ ચર્ચા કોમલ સિંહની છે. જે મુઝફફપુરનગરના ગાયઘાટ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. 27 વર્ષના કોમલ સિંહ એમબીએ ગ્રેજ્યુએટ છે અને તેની વાર્ષિક ઇન્કમ 7 કરોડ 94 લાખ છે. તેઓ એક આાઈટી કંપનીમાં જોબ કરતા હતા અને સાથોસાથ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે જાણીતા છે. હાલ તેમણે ચૂંટણી લડવા નોકરી છોડી દીધી છે. ફેમીલી બેકગ્રાઉન્ડમાં કોમલસિંહના માતા વિણાદેવી લોકજનતાંત્રિક પાર્ટીના સાંસદ અને તેમના પિતા જનતાદળ યુના વિધાન પરિષદના સભ્ય છે.


Related News

Loading...
Advertisement