રાજદના હોર્ડિંગમાં રાબડી અને લાલુની તસવીરો નથી

27 October 2020 06:14 PM
India Politics Top News
  • રાજદના હોર્ડિંગમાં રાબડી અને લાલુની તસવીરો નથી

બિહારમાં મજબૂત રીતે આગળ વધી રહેલા રાજદના નેતા તેજસ્વી યાદવ પર ભાજપના યુવા નેતા તથા કેન્દ્રીય નાણારાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે એવો હુમલો કર્યો કે જે પોતાના મા-બાપના નથી થયા તે બિહારની જનતાના શું થઇ શકશે. ઠાકુરનો ઇશારો રાજદના ચૂંટણી પોસ્ટર પર હતો. જેમાં તેજસ્વી યાદવ જ છવાઈ ગયા છે અને લાલુ કે રાબડી દેવીનું ક્યાંય નામ કે નિશાન પણ નથી. ભાજપ એક તરફ લાલુ પર હુમલા કરે છે અને જંગલરાજ પાછું ન આવે તે જોવા બિહારની જનતાને કહે છે તો બીજી તરફ રાજદના પોસ્ટરમાં શા માટે લાલુ નથી તેવો પ્રશ્ર્ન કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પણ ઉઠાવ્યો છે.


Related News

Loading...
Advertisement