ધાર્મિક દષ્ટિકોણથી કાયદાનો દુરપયોગ થઈ શકે નહીં: રાજય સરકારની ઝાટકણી કાઢતી ગુજરાત હાઈકોર્ટ

27 October 2020 06:00 PM
Ahmedabad Gujarat
  • ધાર્મિક દષ્ટિકોણથી કાયદાનો દુરપયોગ થઈ શકે નહીં: રાજય સરકારની ઝાટકણી કાઢતી ગુજરાત હાઈકોર્ટ

લોકોની ધાર્મિક ભાવનાને કાનુની બળ નથી: પાસાનો હુકમ રદ


અમદાવાદ તા.27
ચીફ પરિવહન અને ગૌહત્યા સંબંધી એક કેસમાં ધાર્મિક ભાવનાના આધારે પાસાનો ઉપયોગ કરવા બદલ ગુજરાત હાઈકોર્ટે રાજય સરકારની ઝાટકણી કાઢી છે, અદાલતે જણાવ્યું હતું કે લોકોની ભાવનાને કાનુની પીઠબળ નથી.


ચીફના પરિવહન માટે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશ્યલ એકટીવીટીઝ એકટ (પાસા) હેઠળ બે વાર વ્યક્તિની અટકાયતનો ઓર્ડર રદ કરતા અદાલતે જણાવ્યું હતું કે અટકાયતના કારણોમાં અમને અસાધારણ લાગ્યું. અટકાયત પાછળના કારણોમાં જણાવ્યું છે કે અટકાયતીની પ્રવૃતિઓ એવા સ્વરૂપની હતી જેથી લોકોની ધાર્મિક લાગણી દૂભાશે. અમે માત્ર એટલું અવલોકન કરી શકીએ કે પ્રતિરોધક અટકાયતનો હુકમ લોકોની ધાર્મિક ભાવનાના આધારે થઈ શકે નહી. લોકોની ભાવનાને કાનુની બળ નથી.


પ્રસ્તુત કિસ્સામાં પોલીસે બીફનું પરિવહન પોલીસ અટકાવ્યું હતું, અને એમાં અમજદ રાજપૂતને બે વાર પાસા હેઠળ અટકમાં લેવાયો હતો.


Related News

Loading...
Advertisement