વિશ્વનો સૌથી મોટો 34.4 અબજ ડોલરનો આઈપીઓ આવે છે: એન્ટ ગ્રુપ ચીન-અમેરિકાનાં શેરબજારમાં ડેબ્યુ કરશે

27 October 2020 05:48 PM
Business World
  • 
વિશ્વનો સૌથી મોટો 34.4 અબજ ડોલરનો આઈપીઓ આવે છે: એન્ટ ગ્રુપ ચીન-અમેરિકાનાં શેરબજારમાં ડેબ્યુ કરશે

જેકમાની અલીબાબા પણ લિસ્ટ થઈ રહેલી કંપનીમાં મોટી રોકાણકાર:ચીનની સૌથી મોટી બેંક કરતાં પણ કંપનીનો નેટવર્થ વધી જશે

હોંગકોંગ તા.27
વિશ્વના સૌથી મોટા સ્ટોક માર્કેટ ડેબ્યુમાં ચાઈનીઝ ફાઈનાન્સીયલ ટેકનોલોજી જાયન્ટ એન્ટ ગ્રુપે 34.4 અબજ ડોલર એકત્ર કરવા ડયુઅલ લિસ્ટીંગ માટે શરતો નકકી કરી છે.15% શેરોની ફાળવણી માટે કહેવાતા ‘ગ્રીનશુ’ વિકટમ પહેલાં આ સોદાની એન્ટની વેલ્યુ 313 અબજ ડોલરથી વધુ મુકાઈ છે. આ વેલ્યુએશન સ્તરથી એન્ટની બર્થ એસેટની દ્રષ્ટીએ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્સીયલ બેંક ઓફ ચાઈનાથી પણ વધુ છે.


જો કે એન્ટના લોભામણા ક્ધઝયુમર ક્રેડીટ બીઝનેસની વધતા રેગ્યુલેટરી ચકાસણી બાબતે હિંસા તેમજ અમેરિકી વિદેશ વિભાગની ટ્રેડ બ્લેકલિસ્ટમાં આ હિમટેક ગ્રુપને સામેલ કરવાથી દરખાસ્તની આ આઈપીઓ ફરતે આશંકાઓના વાદળો છવાયા છે.


ચીનના સૌથી મોટા મોબાઈલ પ્લેટફોર્મનું સંચાલન કરતી અને વેલ્થ મેનેજમેન્ટ અને ઈુસ્યુરન્સ પ્રોડકટનું વિતરણ કરતા આ જૂથના ઝડપી વિકાસ જોતા રોકાણકારોએ આવી ચિંતાઓ ફગાવી દીધી છે.
સોદાની શરતો જાહેર કરતાં એન્ટે જણાવ્યું હતું કે શાંધાઈના આઈપીઓમાં વ્યુહાત્મક, મોટા રોકાણકારોમાં સિંગાપુર સ્ટેટ ઈન્વેસ્ટર ટીમાલેક હોલ્ડીંગ તેમજ સિંગાપુર અને અબુધાબીના સોવરીન વેલ્થ ફંડસ જીઆઈબી અને અબુ ધાબી ઈન્ટરેસ્ટમેન્ટ ઓથોરીટીનો સમાવેશ થાય છે.ગ્રુપે 80% ડોમેસ્ટીક ઓફરીંગ વ્યુહાત્મક રોકાણકારોને ફાળવ્યું છે, એમાં ટેકનોલોજી જાયન્ટ અલીબાબાની પુર્ણ માલિકીની કંપની અને ચીનના નેશનલ કાઉન્સીલ ફોર સોશ્યલ સીકયુરીટી ફંડનો સમાવેશ થાય છે.


Related News

Loading...
Advertisement