સૌથી આદરપાત્ર સેલીબ્રીટી અમિતાભ બચ્ચન:લોકપ્રિય કપલ ‘વિરૂષ્કા’: ચર્ચાસ્પદ હસ્તી હાર્દિક પંડયા

27 October 2020 05:43 PM
Entertainment
  • સૌથી આદરપાત્ર સેલીબ્રીટી અમિતાભ બચ્ચન:લોકપ્રિય કપલ ‘વિરૂષ્કા’: ચર્ચાસ્પદ હસ્તી હાર્દિક પંડયા

180 સેલીબ્રીટીઓ પર રસપ્રદ સર્વે: 60,000 લોકો સામેલ થયા

મુંબઈ તા.27
આજકાલ બોલીવુડ કલાકારો માત્ર ફિલ્મો પુરતા મર્યાદીત રહ્યા નથી ત્યારે ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ હ્યુમન બ્રાન્ડસ (આઈઆઈએચબી) દ્વારા ટીઆઈએઆરએ (ટ્રસ્ટ, આઈડેન્ટી હાઈ, એટ્રેકટીવ, રિસ્પેકટ અને અપીલ) અહેવાલ જાહેર કર્યો છે. આ અહેવાલમાં સેલેબસનાં બ્રાન્ડના રૂપમાં સર્વે કરવામાં આવ્યો છે. જેમાં પુર્વ શો હોસ્ટ અને બોલીવુડ અભિનેતા આયુષ્યમાન ખુરાનાને 88.5 સ્કોર મળ્યો હતો તો બોલીવુડના સહેનશાહ અમિતાભ બચ્ચન સૌથી ‘સન્માનીય’ હસ્તી તરીકે જાહેર થયા હતા.


જાપાનીઝ એજન્સી દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં 23 શહેરોમાં 60,000 લોકોએ ભાગ લીધો હતો અને 180 સેલીબ્રીટીને તેમની ખાસ કવોલીટીને ધ્યાને લઈને સ્કોર આપ્યો હતો. આ સર્વેમાં બોલીવુડનાં દિગ્ગજ કલાકાર અમિતાભ બચ્ચન વિશ્વસનીય અને સન્માનીત બ્રાન્ડના રૂપે ઉભરી આવ્યા છે. જેમાં અમિતાભ બચ્ચનને 88.0 સ્કોર આપવામાં આવ્યો હતો. જે પછી આયુષ્યમાન ખુરાનાને 88.5 સ્કોર તો તેમના પછી સૌથી વધુ સ્કોર વિકી કૌશલ અને કરિનાકપુર ખાનને આપવામાં આવ્યા હતા. ખિલાડી કુમાર ‘અક્ષયકુમારને પણ  વિશ્વસનીય  સેલીબ્રીટીની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. તો કોમેડીયન કપીલ શર્માને ભારતીય ટીવીની સૌથી સન્માનીય હસ્તી, ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની રમતમાં તો વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને સૌથી સન્માનીય અને વિશ્વસનીય  સેલીબ્રીટી કપલ તરીકે મહતમ સ્કોર મળ્યા છે.બોલીવુડનાં દિપીકા પદુકોણ અને રણબીરસિં

હને પાવરફુલ કપલ તરીકે મહતમ સ્કોર મળ્યા છે. જયારે ચર્ચાસ્પદ કપલ તરીકે આલિયા ભટ્ટ અને રણબીર કપુર અવ્વલ નંબરે છે. જયારે સૌથી ચર્ચાસ્પદ સેલીબ્રીટીમાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડયાને લોકોએ મહતમ સ્કોર આપ્યા છે. આ સર્વે અનુસાર, બોલીવુડની સૌથી આકર્ષક સેલીબ્રીટીમાં હૃતિક રોશન અને કંગના રનૌટ પછી આલિયા ભટ્ટનું નામ શુમાર થયુ છે તો ટેલીવીઝનની દુનિયામાં સ્વપ્નીલ જોષી અને દિવ્યાંકા ત્રિપાઠી દહીયા તથા ખેલ જગતમાં વિરાટ કોહલી અને સાનિયા મિરઝાને મહતમ સ્કોર મળ્યા છે.


આ અહેવાલ અંગે વાત કરતા જાહેરાત અને મીડીયા ઉદ્યોગ સાથે સંકળાયેલા ડો. સંદીપ ગોયલે જણાવ્યું હતું કે, ‘જયારે કોઈ જાહેરાતને પ્રદર્શિત કરવા માટે સેલીબ્રીટીને લેવામાં આવે ત્યારે તેનું મહત્વ વધી જતું હોય છે. ડિઝની પ્લસ હોટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મ પર આવતી 3માંથી 2 જાહેરાતમાં સેલીબ્રીટી જોવા મળે છે. બીએઆરસી (બાઈ) દ્વારા કરવામાં આવતા ટીઆરપી સર્વે કરતા ટીઆરા સર્વે 25 ટકા કરતાં વધુ લોકોને આવરે છે. બાર્કમાં 44,000 જયારે આ સર્વેમાં 60,000 લોકોએ ભાગ લીધો હતો.’

કઈ સેલીબ્રીટીને સૌથી વધુ સ્કોર
* સૌથી વધુ વિશ્વસનીય: અમિતાભ બચ્ચન
* સૌથી વધુ સન્માનીય: આયુષ્યમાન ખુરાના
* સૌથી વધુ અપીલ કરતો: અક્ષયકુમાર
* સૌથી વધુ ચર્ચાસ્પદ: હાર્દિક પંડયા
* સૌથી વધુ આકર્ષક: આલિયા ભટ્ટ
* સૌથી વધુ ટ્રેન્ડી: વિરાટ કોહલી
* સૌથી વધુ સુંદર: દિપિકા પદુકોણ
* સૌથી વધુ વર્સેટાઈલ: નવાઝુદીન સિદીકી
* સૌથી વધુ હાર્ટથ્રોબ: રણબીરકપુર
* સૌથી વધુ સીડયુકટીવ: રાધિકા આપ્ટે
* સૌથી વધુ સેકસી: પ્રિયંકા ચોપરા
* ડાઉન ટુ અર્થ: એમ.એસ.ધોની
* સૌથી વધુ વિશ્વસનીય: સાયના નેહવાલ


Related News

Loading...
Advertisement