સ્ટેજ ઉપર જ નહીં, અસલ જીવનમાં પણ ‘જોલી’ માણસ હતા નરેશ કનોડિયા : સાંઈરામ દવે

27 October 2020 05:15 PM
Rajkot Entertainment Gujarat
  • સ્ટેજ ઉપર જ નહીં, અસલ જીવનમાં પણ ‘જોલી’ માણસ હતા નરેશ કનોડિયા : સાંઈરામ દવે

નરેશ-મહેશની જોડીએ મારું સ્ટેજ ડેબ્યુ બનાવી દીધું હતું યાદગાર

જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ પાઠવતાં જણાવ્યું હતું કે તેઓ સ્ટેજ ઉપર જ નહીં પરંતુ અસલ જીવનમાં પણ ‘જોલી’ માણસ હતા. જ્યારે રાજકોટમાં મહેશ-નરેશ એન્ડ પાર્ટીનો કાર્યક્રમ યોજાયો ત્યારે મારું સ્ટેજ ડેબ્યુ હતું જેને આ બેલડીએ યાદગાર બનાવી દીધું હતું. મહેશ-નરેશ એ માત્ર બે ભાઈઓ જ નહોતા પરંતુ ગુજરાતી ફિલ્મોના બે ફેફસા હતા. ગુજરાતી ફિલ્મના બહુ પાતળા સમયમાં આ સુરીલી બંધુ બેલડીએ શ્રોતાઓને ટકાવી રાખ્યા હતા. આજે મહેશ નરેશની અણધારી વિદાયથી ‘શેતલનો કાંઠો’ સૂનમુન થઈ ગયો, ‘માલણ’ને જગાડનારો ‘મેરુ’ જ જાણે સૂઈ ગયો. ‘ઝૂલણ મોરલી’ વેરણ થઈ ગઈ. ‘પરદેશી મણિયારો’ ઈશ્ર્વરના દેશ ચાલ્યો ગયો. ગરવો ગુજરાતી હવે સ્મરણોમાં જ રહ્યો. ‘હિરણનો કાંઠો’ સૂકાઈ ગયો. ‘મરદનો માંડવો’ સૂનો થઈ ગયો. ‘સોરઠના સાવજે’ વૈકુંઠની વાટ પકડી. આજે ગુજરાતી ફિલ્મનો જાણે ઈડરિયો ગઢ ભાંગી પડ્યો હોય તેવું લાગી રહ્યું છે.


Related News

Loading...
Advertisement