કોરોના પ્રોટોકોલ હેઠળ નરેશ કનોડિયાના અંતિમ સંસ્કાર

27 October 2020 05:07 PM
Rajkot Entertainment Gujarat
 • કોરોના પ્રોટોકોલ હેઠળ નરેશ કનોડિયાના અંતિમ સંસ્કાર
 • કોરોના પ્રોટોકોલ હેઠળ નરેશ કનોડિયાના અંતિમ સંસ્કાર
 • કોરોના પ્રોટોકોલ હેઠળ નરેશ કનોડિયાના અંતિમ સંસ્કાર
 • કોરોના પ્રોટોકોલ હેઠળ નરેશ કનોડિયાના અંતિમ સંસ્કાર
 • કોરોના પ્રોટોકોલ હેઠળ નરેશ કનોડિયાના અંતિમ સંસ્કાર
 • કોરોના પ્રોટોકોલ હેઠળ નરેશ કનોડિયાના અંતિમ સંસ્કાર
 • કોરોના પ્રોટોકોલ હેઠળ નરેશ કનોડિયાના અંતિમ સંસ્કાર
 • કોરોના પ્રોટોકોલ હેઠળ નરેશ કનોડિયાના અંતિમ સંસ્કાર
 • કોરોના પ્રોટોકોલ હેઠળ નરેશ કનોડિયાના અંતિમ સંસ્કાર
 • કોરોના પ્રોટોકોલ હેઠળ નરેશ કનોડિયાના અંતિમ સંસ્કાર
 • કોરોના પ્રોટોકોલ હેઠળ નરેશ કનોડિયાના અંતિમ સંસ્કાર
 • કોરોના પ્રોટોકોલ હેઠળ નરેશ કનોડિયાના અંતિમ સંસ્કાર

શબવાહિનીનો દરવાજો ખૂલતાં જ હૈયાફાટ રુદનથી માહોલ શોકાતૂર : મૃતદેહને હોસ્પિટલથી સીધો સ્મશાનગૃહ લઈ જવાયો: અંતિમયાત્રામાં ચાહકોએ પુષ્પવર્ષાથી પ્રિય કલાકારને આપી અંતિમ વિદાય: ભારે ગમગીની

રાજકોટ, તા.27
ગુજરાતી ફિલ્મોમાં ‘રજનીકાંત’ તરીકે જેમની ઓળખ થાય છે તેવા નરેશ કનોડિયાએ ફાની દુનિયા છોડી દીધી છે ત્યારે ચાહકો તેમના નિધનની વાત માનવા તૈયાર જ નથી ! બીજી બાજુ કોરોના સામે જંગ હારી જનારા નરેશ કનોડિયાના કોરોના પ્રોટોકોલ હેઠળ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પોતાના પ્રિય કલાકારે વિદાય લઈ લેતાં ચાહકો ચોંધાર આંસૂએ રડી પડતાં વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.

20 ઓક્ટોબરે કોરોના પોઝિટીવ આવતાં નરેશ કનોડિયાને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાત દિવસ સુધી તેમની સઘન સારવાર ચાલ્યા બાદ આજે તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા. તેમના મૃત્યુ અંગેની વાત વાયુવેગે પ્રસરી જતાં ચાહકોએ ખરાઈ કરવા માટે ટેલિફોનનો મારો ચલાવી દીધો હતો. આ પછી બપોરે નરેશ કનોડિયાના મૃતદેહના અગ્નિસંસ્કાર માટે ગાંધીનગર સેક્ટર-30 ખાતે આવેલા સ્મશાને લઈ જવાયો હતો.

અંતિમ યાત્રા વખતે તેમના અંતિમ દર્શન કરવા માટે ઉભેલા ચાહકોએ પુષ્પવર્ષા કરીને નરેશ કનોડિયાને અંતિમ વિદાય આપી હતી. તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ચાહકો જોડાયા હતા. જો કે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું ચુસ્ત પાલન પણ કરવામાં આવ્યું હતું અને ક્યાંય પણ કોરોનાને ફેલાવા માટે આમંત્રણ મળે તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી..

સ્વ.નરેશ કનોડિયાનો પરિવાર તેમના પાર્થિવ દેહને યુ.એન.મહેતા હોસ્પિટલથી સીધા ગાંધીનગર સેક્ટર-30 ખાતે આવેલા સ્મશાનગૃહમાં પહોંચ્યા હતાં જ્યાં તેઓ પંચમહાભૂતમાં વિલિન થયા હતા. સ્મશાનગૃહમાં એકઠા થયેલા ચાહકો ચોંધાર આંસુએ રડી પડ્યા હતા. શબવાહિનીનો દરવાજો ખૂલતા જ મહિલાઓનું હૈયાફાટ રુદન શરૂ થઈ ગયું હતું. ગાંધીનગર સ્મશાન ગૃહમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન પણ કરાવવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતી ફિલ્મોના સંગીતકાર અને પાટણના પૂર્વ સાંસદ મહેશ કનોડિયાનું પણ 25 ઓક્ટોબરે લાંબી માંદગી બાદ 83 વર્ષની વયે ગાંધીનગરમાં જ નિધન થયું હતું. મહેશ-નરેશ નામે મ્યુઝિકલ કાર્યક્રમોએ દેશ-વિદેશમાં ધૂમ મચાવી હતી. જ્યારે આજે નરેશ કનોડિયાએ પણ અલવિદા કહી દેતાં 48 કલાકમાં જ કનોડિયા બેલડીએ વિદાય લીધી છે. નરેશ કનોડિયાએ અત્યાર સુધીમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં હિરણને કાંઠે, મેરુ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમાં, પાલવડે બાંધી પ્રિત સહિતની ફિલ્મો સમાવિષ્ટ છે.

ચાહકો-પરિવારજનોની હાજરીમાં કરાયા અંતિમ સંસ્કાર
ગુજરાતી ફિલ્મોના લેજન્ડ કલાકાર નરેશ કનોડિયાએ 77 વર્ષની વયે વિદાય લેતાં પરિવારજનો અને ચાહકો ગમગીન થઈ ગયા છે. કોરોનાને કારણે સાત દિવસથી સારવાર હેઠળ રહેલા નરેશ કનોડિયાએ આજે યુ.એન.મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધા હતા. જો કે આજે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં હોસ્પિટલ દ્વારા તેમનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. પરિવારજનો અને ચાહકોની હાજરીમાં તેમના નિવાસસ્થાન ગાંધીનગરના સેક્ટર-30 ખાતેથી નરેશ કનોડિયાની અંતિમયાત્રા નીકળી હતી અને ચાહકોએ ફૂલ વરસાવી પોતાના માનીતા કલાકારને અંતિમ વિદાય આપી હતી.

ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે કનોડિયા પરિવાર ‘કપૂર ફેમિલી’ ગણાતો
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં જેવી રીતે કપૂર પરિવારની ગણતરી થાય છે તેવી જ નામના ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કનોડિયા પરિવારની થતી હતી એટલા માટે જ કનોડિયા પરિવારને ‘મિનિ કપૂર ફેમિલી’ તરીકે ઓળખવામાં આવતી હતી. મહેશ-નરેશની જોડી ફિલ્મો સાથે સંકળાયેલી જ હતી. આ પછી નરેશ કનોડિયાના પુત્ર અને ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાએ પણ ગુજરાતી ફિલ્મોમાં પિતાના પગલે નામના હાંસલ કરી હતી. હિતુ કનોડિયાએ ફિલ્મ અભિનેત્રી મોના થીબા સાથે લગ્ન કરતાં એક જ પરિવારમાં અનેક ફિલ્મી કલાકારો રહેતા હતા.

મહેશને શરદી થાય તો મને પણ થાય: આવો હતો મહેશ-નરેશનો પ્રેમ
માત્ર 48 કલાકના અંતરે જ બબ્બે ભાઈઓએ ફાની દુનિયાને અલવિદા કહી દેતાં ચાહકો શોકાતુર બની ગયા છે ત્યારે આ બન્ને ભાઈઓ વચ્ચે કેટલો પ્રેમ હતો તે કોઈને કહેવાની જરૂર નથી આમ છતાં એક લીટીમાં કહીએ તો બન્ને ભાઈઓ સિક્કાની બે બાજુ હતા. એક વખત નરેશ કનોડિયાએ જ કહ્યું હતું કે મહેશને શરદી થાય તો મને પણ થાય અને મહેશને ગળું દુ:ખે તો મને પણ ગળામાં દુ:ખાવો ઉપડે જ...!

‘ભાગ કોરોના ભાગ, તારો બાપ ભગાડે’ ગીતે લોકોને લગાવ્યું’તું ઘેલું
નરેશ કનોડિયાએ ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ મળ્યો ત્યારપછી એક ગીત બનાવ્યું હતું તેના શબ્દો ‘ભાગ કોરોના ભાગ, તારો બાપ ભગાડે’ તેવા હતા. આ ગીત સાંભળ્યા બાદ તેમના ચાહકો કહેવા લાગ્યા હતા કે હવે કોરોનાને જવું જ પડશે કેમ કે નરેશ કનોડિયાએ તેને જવાનું કીધું છે ! જો કે નરેશ કનોડિયા સાત સુધી કોરોના સામે લડ્યા બાદ અંતે આજે હારી ગયા હતા.

હવે મહેશ-નરેશ એન્ડ પાર્ટી સ્વર્ગમાં ધમાચકડી મચાવશે: હિતુ કનોડિયા ભાંગી પડયા
નરેશ કનોડિયાના નિધન બાદ આજે તેમના પુત્ર અને ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે મહેશ અને નરેશ કનોડિયા હવે આપણી વચ્ચે રહ્યા નથી ત્યારે હવે આ બન્ને ભાઈની જોડી સ્વર્ગમાં ધમાચકડી મચાવશે. તેમણે કહ્યું કે બન્ને ભાઈ જીવ્યા પણ સાથે અને દુનિયા પણ સાથે છોડી દીધી છે ત્યારે આવા નસીબ કોઈના ન હોઈ શકે. આ પ્રકારની વાતચીત કરતાં કરતાં હિતુ કનોડિયા પણ ભાંગી પડ્યા હતા અને તેમણે માંડ કરીને આંખોના આંસુને રોક્યા હતા.

‘બેની હું તો બાર બાર વર્ષે આવ્યો’ ગીત સાંભળી હજુ પણ બહેનો રડી પડે છે !
નરેશ કનોડિયાની ફિલ્મ ‘બેની હું તો બાર બાર વર્ષે આવ્યો’નું ટાઈટલ ગીત હજુ પણ બહેનો સાંભળે એટલે રડી પડે છે. આ ફિલ્મમાં બહેનને પરણાવવા માટે કરિયાર એકઠું કરવા માટે નરેશ કનોડિયા અથાગ મહેનત કરે છે અને જ્યારે કમાણી કરીને પરત ફરે છે ત્યારે આ ગીતના શબ્દો સાંભળવા મળે છે જે સાંભળી બહેનોની આંખમાંથી આંસુ સરી પડ્યા વગર રહેતા નથી !

વડાપ્રધાન, મુખ્યમંત્રી, ના. મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિ
ગુજરાતી ફિલ્મોના મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયાએ આજે દુનિયાને અલવિદા કહી દીધી છે ત્યારે સમગ્ર ગુજરાત તેમની વિદાયથી ગમગીન બન્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડાપ્રધાન ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતનાએ પણ કનોડિયા પરિવારને સાંત્વના પાઠવી હતી. જ્યારે કલાકારો પ્રફુલ દવે, હેમંત ચૌહાણ, કીર્તિદાન ગઢવી, સાંઈરામ દવે સહિતનાએ પણ શોક વ્યક્ત કર્યો હતો.

‘ઓ સાથી રે, તેરે બિના ભી ક્યાં જીના’ ગાઈને બન્ને ભાઈઓએ કહ્યું દુનિયાને અલવિદા
થોડા દિવસ પહેલાં મહેશ-નરેશ કનોડિયા ‘ઓ સાથી રે, તેરે બિના ભી ક્યાં જીના’ ગીત ગાતાં હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં મહેશ કનોડિયા પલંગ પર સૂતેલા અને નરેશ કનોડિયા લાલ રંગનું ટી-શર્ટ પહેરીને તેમના માથા પર હાથ ફેરવતાં ફેરવતાં ગીત ગાઈ રહેલા દેખાઈ રહ્યા છે. આમ આ બેલડીએ છેલ્લું ગીત ગાઈને દુનિયાને અલવિદા કહી દીધું છે !

2009માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે મહેશ-નરેશ બુક લોન્ચ વેળાની તસવીર...

આશા ભોસલે સાથે મહેશ - નરેશ કનોડિયા


Related News

Loading...
Advertisement