કૃષ્ણલીલાની પાવન શરદપૂર્ણિમા

27 October 2020 04:49 PM
Dharmik
  • કૃષ્ણલીલાની પાવન શરદપૂર્ણિમા

આ વખતે તા. 30ના શુક્રવારે સાંજે છ વાગ્યા પહેલાં શરદપૂર્ણિમા આરંભાશે, પ્રદોષ પણ રહેશે અને પૂરી રાત નિષીથ-અર્ધરાત્રીમાં પૂર્ણિમા રહેશે : આસો માસની આ પૂર્ણિમા ધાર્મિક દ્રષ્ટિએ ખાસ મહત્વવાળી છે

માન્યતા છે કે શરદપૂર્ણિમાની રાતે ઐરાવત પર બેસીને દેવરાજ ઇન્દ્ર મહાલક્ષ્મીની સાથે ધરતી પર આવે છે. અને પૂછે છે કે કોણ જાગી રહયું છે ? જે જાગતો હોય છે અને તેનું સ્મરણ કરતો રહે છે તેને જ લક્ષ્મી અને ઇન્દ્રની કૃપા પ્રાપ્ત થાય છે.


શ્રીકૃષ્ણ-રાધાની સાથે સમસ્ત પ્રાણીઓને શરદપૂર્ણિમાની ખુબજ પ્રતીક્ષા હોય છે. શું દેવતા, શું મનુષ્ય, શું પશુ પંખી, બધા સાથે નૃત્ય કરી રહયા છે. મધુર સંગીતમાં, ચંદ્ર દેવ પણ પુરી 16 કલાઓની સાથે આ રાત્રીએ બધા લોકોને તૃપ્ત કરે છે. આકાશમાં એકક્ષત્ર રાજ હોય છે. આ દિવસે ર7 નક્ષત્ર તેમની પત્નીઓ છે. રોહિણી, કૃતિકા વગેરે સંપુર્ણ રાત તેમનું હાસ્ય સંગીતમય નૃત્ય કરે છે. જડ-ચેતન બધા જ

મંત્રમુગ્ધ.
રાધાના એકનિષ્ઠ કૃષ્ણ આ વાતને જાણે છે. એટલા માટે આ દિવસે તેઓ રમ્યા મહારાસ. ગોપીઓ વિરહમાં હતી ત્યારે આસો શુકલ પક્ષમાં ચંદ્રદેવ તેમને અને વિરહ પ્રદાન કરી રહયા હતા. આસો પૂર્ણિમા આવી જેમ તેમ ગોપીઓનો દિવસ પસાર થયો. રાત પડી ત્યારે ચંદ્રદેવે પોતાનો જાદુ ચલાવ્યો અને આ બાજુએ બાંસુરીની મનમોહક તાન. આ મહારાસનો શ્રીમદ ભાગવતમાં મનમોહક વર્ણન પણ છે. દેવી-દેવતાઓમાં સ્પર્ધા લાગી છે. બધા વિમાનમાં સવાર થઇને જોઇ રહયા છે.સ ગોપીઓના આવા ભાગ્યથી ચંદ્રદેવ અને તેમની બધી પત્નીઓ વારંવાર ગોપીઓના જન્મને સાર્થક માની રહી છે હા, પોતાને પણ ધન્ય માની રહી છે કે ભગવાનની લીલામાં તેમનું પણ યોગદાન છે. ભગવાન ધીરેધીરે નૃત્ય કરી રહયા છે. ગોપીઓ ગાઇ રહી છે.
આ દિવસને રાસ પૂર્ણિમા અને કૌમુદી મહોત્સવ પણ કહે છે. મહારાસ સિવાય પુર્ણિમાનું અન્ય ધાર્મિક મહત્વ પણ છે. જેમ શરદપૂર્ણિમામાં રાતે ગાયના દુધથી બનેલી ખીર કે માત્ર દુધ અગાશીમાં રાખવાનું પ્રચલન છે.


એવી માન્યતા છે કે ચંદ્રદેવ દ્વારા વરસતી અમૃતની ધારા ખીર કે દુધને અમૃતથી ભરી દે છે. આ ખીરમાં પૌવા મેળવવા જોઇએ.આ રાત્રે મધ્ય આકાશમાં સ્થિત ચંદ્રની પૂજા કરવાનું પણ વિધાન છે. અને છેવટે અર્ધ્ય આપવામાં આવે છે. પ્રસાદ રૂપી ખીરનો ઉપયોગ સવારે કરવાનો હોય છે. જો શરીર સાથે આપે તો ઉપવાસ કરવો. આ દિવસે કુળદેવી કે કુળદેવતાની સાથે ચંદ્રદેવનું પૂજન કરવુ જરૂરી છે.


Related News

Loading...
Advertisement