પાટડીનાં વણોદમાં મુસ્લિમ યુવક દ્વારા માતાજીની આરાધના

27 October 2020 02:04 PM
Surendaranagar Dharmik
  • પાટડીનાં વણોદમાં મુસ્લિમ યુવક દ્વારા માતાજીની આરાધના

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. ર7
સમગ્ર દેશ સાથે રાજ્યમાં નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે ગરબા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પરંતુ નવરાત્રી પર માઈભક્તો ઉપવાસ કરી માતાજીની આરાધના કરવાની પરંપરા આજે પ અક્કબંધ જોવા મળી રહી છે ત્યારે પાટડી તાલુકાના વણોદ ગામમાં રહેતાં મુસ્લીમ પરિવારના 20 વર્ષના યુવક છેલ્લા ત્રણ વર્ષથી મેલડી માતાજીના નવરાત્રીમાં ઉપવાસ કરી માતાજીની આરાધના કરે છે. આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાટડીના વણોદ ગામે રહેતાં મુસ્લીમ પરિવારના ઈમરાનભાઈ જેઓના ઘરમાં પૂર્વજોના સમયથી રહેણાંકના મકાનમાં માતાજીનું નાનુ મંદિર હતું અને ઈમરાનને મેલડી માતાજી પર અતુટ શ્રધ્ધા હોવાથી અંદાજે ત્રણ વર્ષ પહેલા તેઓની મનોકામના પૂર્ણ થતાં માતાજી પ્રત્યે શ્રધ્ધા અને વિશ્વાસ વધુ દ્રઢ થયો હતો. આથી છેલ્લા ત્રણ વર્ષથી તેઓ નવરાત્રીમાં પોતાના ઘર પાસે મેલડી માતાજીનું સ્થાપન કરી નવરાત્રીના 9 દિવસ સુધી નકરોડા ઉપવાસ કરી માતાજીના સ્થાનકે બેસે છે.
આ મેલડી માતાજીને રાજા મેલડીનું નામ પણ આપવામાં આવ્યું છે. આ અંગે ઈમરાનભાઈના જણાવ્યા મુજબ માતાજી પાસે કોઈ હિન્દુ કે મુસ્લીમ હોતું નથી કોઈપણ માતાજીના ચરણોમાં આવે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ત્યારે મુસ્લીમ યુવક દ્વારા નવરાત્રી દરમ્યાન માતાજીના ઉપવાસ કરી કોમી એકતાનું અનોખું ઉદાહરણ પુરૂ પાડયું હતું.


Related News

Loading...
Advertisement