પોરબંદર પંથકમાં ભારત નેટ દ્વારા હાઇસ્પીડ બ્રોડબેન્ડની સુવિધા કાર્યરત

27 October 2020 12:37 PM
Porbandar
  • પોરબંદર પંથકમાં ભારત નેટ દ્વારા હાઇસ્પીડ બ્રોડબેન્ડની સુવિધા કાર્યરત

(સુનીલ ચૌહાણ) રાણાવાવ તા. ર7
પોરબંદર જીલ્લામાં સીએસસી અને બીએસએનએલ દ્વારા ભારત નેટ પ્રોજેકટ અંતર્ગત સીવીએલઇ દ્વારા સતત અને સખત મહેનત કરીને 70% ઉપર ગ્રામ પંચાયતોને સીએસસી વાઇફાઇ દ્વારા હાઇસ્પીડ ઇન્ટરનેટ પહોંચાડી દેવામાં આવ્યુ છે.સ અને થોડા જ સમયમાં ગ્રામ્યકક્ષાએ આવેલ તમામ સરકારી સંસ્થાઓમાં પણ આ સુવિધા પુર્ણ કરી દેવામાં આવશે.
જિલ્લાના ઘણા ગામોમાં કોઇપણ જાતના મોબાઇલ ટાવરના કવરેજ ન આવતા ત્યાં આજે ભારત નેટ આવવાથી ગ્રામ્ય પ્રજાને ઘણા કામ પોતાના જ ગામમાં થવા લાગ્યા અને તેમણે આ માટે સીએસસી તથા સીવીએલઇ નો આભાર માનેલ.


Loading...
Advertisement