રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તિવ્ર ઠંડીનો ચમકારો

27 October 2020 11:56 AM
Rajkot Gujarat Saurashtra
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તિવ્ર ઠંડીનો ચમકારો

રાજયનાં સૌથી ઠંડા શહેર વલસાડ (1પ.પ ડીગ્રી) અને ગાંધીનગર (16.પ ડીગ્રી) રાજકોટમાં પણ 18.7 ડીગ્રી સાથે ચાલુ સિઝનનો સૌથી ઠંડો દિવસ : નલીયા-ડીસામાં 17 ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા. ર7
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજયમાં આજરોજ અનેક સ્થળો એ આજે ચાલુ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી.ખાસ કરીને આજે સવારે નલીયા, રાજકોટ, અમદાવાદ, ડીસા, કેશોદ, ગાંધીનગર, મહુવા અને વલસાડ ખાતે તિવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

 


આજે રાજયનાં સૌથી ઠંડા શહેર વલસાડ અને પાટનગર ગાંધીનગર રહયા હતા. ગાંધીનગરમાં આજે સવારે લઘુતમ તાપમાન 16.પ ડીગ્રી સુધી પહોંચી ગયુ હતુ. અને વલસાડમાં 1પ.પ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતુ.


આ ઉપરાંત આજે સવારે રાજકોટમાં પણ ચાલુ સિઝનનો સૌથી ઠંડો દિવસ રહયો હતો. અને છેલ્લા ર4 કલાકમાં જ 4 ડીગ્રી જેટલુ તાપમાન ગગડયુ હતુ.ગઇકાલે રાજકોટમાં લઘુતમ તાપમાન રર ડીગ્રી નોંધાયુ હતુ. જયારે આજે સવારે 18.7 ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાયુ હતુ.સ આજે સવારે શહેરમાં હવામાં ભેજ 63 ટકા રહયો હતો. અને પવનની સરેરાશ ઝડપ 4 કીમી રહી હતી.


આ ઉપરાંત રાજયમાં આજે સવારે અમદાવાદ ખાતે 18.ર ડીગ્રી, ડીસામાં 17.9 ડીગ્રી, વડોદરામાં ર0.6, સુરતમાં ર1.8, કેશોદમાં 19, ભાવનગરમાં ર0.4, પોરબંદરમાં ર1.ર, વેરાવળમાં ર3.9, દ્વારકામાં ર3.9, ઓખામાં ર3.1, ભુજમાં ર1.4, નલિયામાં 17.3, સુરેન્દ્રનગરમાં ર1.4, ન્યુ કંડલામાં ર1.1, અમરેલીમાં રર.6, મહુવામાં 17.3, દિવમાં ર0 અને વલસાડમાં 1પ.પ ડીગ્રી લઘુતમ તાપમાન રહયુ હતું.


Related News

Loading...
Advertisement