રાજકોટ જિલ્લામાં પણ કોરોના થાકયો : સૌરાષ્ટ્ર-કચ્છમાં રાહત

27 October 2020 11:43 AM
kutch Saurashtra
  • રાજકોટ જિલ્લામાં પણ કોરોના થાકયો : સૌરાષ્ટ્ર-કચ્છમાં રાહત

પોઝીટીવ દર્દીઓની સરખામણીએ સાજા થવાનો દર વધ્યો : મોરબીમાં ફરી કોરોનાનો ફુંફાડો: રાજકોટ 68, જામનગર ર8, જુનાગઢ 18, ભાવનગર 10, મોરબી ર3, સુરેન્દ્રનગર રર, અમરેલી 17, ગીર સોમનાથ 11, દ્વારકા 7, બોટાદ-પોરબંદર 1-1 અને કચ્છમાં 14 કેસ : 301 દર્દીઓ ડીસ્ચાર્જ : ખાનગી-સરકારી કોવિડ હોસ્પિટલમાં બેડ ખાલી થવા લાગ્યા

રાજકોટ, તા. ર7
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના વાઇરસ સંક્રમણનાં કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર જિલ્લામાં કેસ ઘટી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં ફરી કોરોના વાયરસ ધીમે ધીમે માથુ ઉંચકી રહ્યો છે.


છેલ્લા ર4 કલાક દરમિયાન રાજકોટ 68, જામનગર ર8, જુનાગઢ 18, ભાવનગર 10, મોરબી ર3, સુરેન્દ્રનગર રર, અમેરલી 17, ગીર સોમનાથ 11, દ્વારકા 7, બોટાદ-પોરબંદર 1-1 અને કચ્છ 14 મળી કુલ રર0 પોઝીટીવ કેસ નોંધાયા છે સામે 301 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટ ર અને જામનગર 4 દર્દીના મોત થયા છે.


રાજકોટ
સમગ્ર સૌરાષ્ટ્રની સાથે રાજકોટ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. રોજિંદા 100ને પાર જતા કેસો હવે 100ની અંદર આવ્યા છે સાથે મૃત્યુદરમાં ઘટાડો થતા રાહત થવા પામી છે. છેલ્લા ર4 કલાક દરમિયાન રાજકોટ શહેરના 48 અને ગ્રામ્યના ર0 મળી કુલ 68 પોઝીટીવ કેસ સાથે જિલ્લાનો કુલ આંક 12117 પહોંચ્યો છે. હાલ સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં 729 દર્દીઓ સારવાર હેઠળ છે. 108 દર્દીઓ સાજા થતા રજા મળી છે. ર4 કલાકમાં બે દર્દીઓના મોત જાહેર થયા છે.


અમરેલી
અમરેલી જિલ્લામાં હાલમાં કોરોનાના કેસો ર600ને પાર કરી ગયા છે અને કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે એ માટે વહીવટી તંત્ર દ્વારા અમરેલીમાં બે તેમજ સાવરકુંડલા અને રાજુલામાં પણ કોવિડ-19 હોસ્પિટલની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ અંગે અમરેલીના ડીડીઓ તેજસ પરમારે જણાવ્યું કે, હાલમાં ઓકટોબર મહિનામાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર રીતે ઘટાડો થયો છે. હાલમાં અમરેલી જિલ્લામાં કોરનાના માટે તમામ મળીને કુલ પ00 બેડની વ્યવસ્થા છે તેની સામે 160 એકટીવ કેસો છે.

આ પૈકી ઘણા દર્દીઓ એવા પણ છે કે જેઓ હોમ આઇસોલેટ છે. એટલે હાલમાં મોટા ભાગના બેડ ખાલી છે. રોજના ર0 જેટલા દર્દીઓને ઓકસીજન આપવામાં આવે છે. જોકે આગામી દિવસોમાં શિયાળો આવતાની સાજે જ ઠંડીના કારણે કોરોનાનું પ્રમાણ વધે તેવી શકયતા છે. આ કારણે જિલ્લાની તમામ કોવિડ હોસ્પિટલ ચાલુ જ રાખવામાં આવશે અને અમરેલી શહેરમાં એક ખાનગી હોસ્પિટલમાં પણ ર0 બેડ સાથે કોરોનાની સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે.


હાલમાં સરકાર દ્વારા અનલોક મુજબ છુટકારો આવ્યા બાદ અને કોરોનાના કેસોમાં ઘટાડો થવાના કારણે લોકો નિશ્રિંત બની ગયા છે પણ શિયાળાના કારણે કેસો વધે તેમ હોવાથી અને છુટછાટો વધી હોવાથી આ સમયમાં જ લોકોએ વધારે સાવચેતી રાખવાની જરૂર છે.


ભાવનગર
ભાવનગર જિલ્લામા વધુ 10 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 4,711 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 5 પુરૂષ અને 1 સ્ત્રી મળી કુલ 6 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે 1, મહુવા ખાતે 1, સિહોર ખાતે 1 તેમજ સિહોર તાલુકાના રાજપરા ગામ ખાતે 1 કેસ મળી કુલ 4 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના 19 અને તાલુકાઓના 2 એમ કુલ 21 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામા નોંધાયેલા 4,711 કેસ પૈકી હાલ 62 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 4,574 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 68 દર્દીઓનુ અવસાન થયેલ છે.


દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે સોમવારે કોરોનાના વધુ છ પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે સાત દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં હાલ 6ર એકટીવ કેસ છે. કોરોના દરમિયાન મૃત્યુ પામનાર દર્દીઓની કુલ સંખ્યા પ8 સુધી પહોંચી છે.


Related News

Loading...
Advertisement