કોડીનાર : અમિત જેઠવા હત્યા કેસના આરોપી શિવા સોલંકીના પુત્ર મિતએ રિવોલ્વરથી લમણે ગોળી ધરબી જિંદગી ટૂંકાવી

26 October 2020 10:34 PM
Crime Saurashtra
  • કોડીનાર : અમિત જેઠવા હત્યા કેસના આરોપી શિવા સોલંકીના પુત્ર મિતએ રિવોલ્વરથી લમણે ગોળી ધરબી જિંદગી ટૂંકાવી

●મિત સોલંકીના આર્મીમેન મિત્રની રિવોલ્વર હતી ●પોતાના ઘરે જ આપઘાત કર્યો ●પોલીસે આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી

રાજકોટઃ
કોડીનારમાં અમિત જેઠવા હત્યા કેસના આરોપી શિવા સોલંકીના પુત્ર મિત સોલંકીએ લમણે ગોળી ધરબી જિંદગી ટૂંકાવી છે. જાણકારી મળતા જ પોલીસ દોડી ગઈ હતી અને આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, જે રિવોલ્વરથી તેમણે આ પગલું ભર્યું તે મિતના આર્મીમેન મિત્રની હતી. સમાચાર મળતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

મળતી વિગત મુજબ જુનાગઢના RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસના આરોપી શિવા સોલંકીના પુત્ર મિત સોલંકી (ઉં.વ.22)એ આજે બપોરે દોઢેક વાગ્યા આસપાસ પોતાના ઘરે જ રિવોલ્વરમાંથી ગોળી મારી મોત વ્હાલું કર્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડી પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, જે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી તે કોડીનારના અડવી ગામના આર્મીમેનની છે. જે અગાઉથી જ મિત પાસે હતી. આર્મીમેન મિતનો મિત્ર હોવાનું પણ જાણવા મળ્યું હતું. મળતી વિગત મુજબ મિત ગુજરાત બહાર અન્ય રાજ્યમાં અભ્યાસ કરતો હતો. જોકે લોકડાઉન થયુ ત્યારથી કોડીનાર ખાતે પોતાના ઘરે રહેતો હતો. તેમણે ક્યાં કારણોસર આત્મહત્યા કરી? તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

Related News

Loading...
Advertisement