શેરબજારમાં 700 પોઈન્ટનો તીવ્ર કડાકો

26 October 2020 05:32 PM
Business Top News
  • શેરબજારમાં 700 પોઈન્ટનો તીવ્ર કડાકો

રીલાયન્સ ઉપરાંત બેંક સહીતનાં ક્ષેત્રોનાં શેરોમાં આક્રમક વેચવાલીથી ગાબડા

રાજકોટ તા.26
મુંબઈ શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યુ હતું. ઈન્ટ્રા-ડે 700 પોઈન્ટથી અધિકનો કડાકો થવા સાથે તે 40,000 ની નીચે ઉતરી ગયો હતો.
શેરબજારમાં આજે માનસ મંદીનું હતું વિશ્ર્વ બજારની નબળાઈનો પ્રત્યાઘાત હતો.કોરોના કાળમાં લોન મોરેટોરીયમમાં અનિયમીત હપ્તા ચુકવનારાને પણ ચક્રવૃધ્ધિ વ્યાજ માફીનો લાભ આપવાનાં સરકારના નિર્ણયથી બેંક શેરો દબાણ હેઠળ આવી ગયા હતા. આ સિવાય નાણા સંસ્થાઓની વેચવાલીની નકારાત્મક અસર હતી. વિશ્ર્વમા કોરોના કેસ વધવા લાગતા આંશીક સાવચેતી હતી. આ સિવાય ગુરૂવારે ઓકટોબર ફયચુરનો અંતિમ દિવસ આવતો હોવાના કારણોસર ઉભા વેપાર સરખા કરવા મંદીબજારે લેણ ફુંકાતા વેંચવાલીનું દબાણ વધ્યુ હતું.
શેરબજારમાં આજે બેંક સહીતનાં ક્ષેત્રોનાં શેરો વેચવાલીનું નિશાન બન્યા હતા. સ્ટેટ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, વગેરેમાં ઘટાડો હતો. રીલાયન્સ, સન ફાર્મા, ટીસ્કો, ટેક મહિન્દ્ર, ટાઈટન, એકસીસ બેંક, બજાજ ઓટો, બજાજ ફિન સર્વીસ, ઈન્ફોસીસ,મહીન્દ્ર, મારૂતી, હીરો મોટોમાં ગાબડા હતા. પાવરગ્રીડ હિન્દ લીવર, કોટક બેંક, લાર્સન, નેસલે તથા ઈન્ડુસઈન્ડ બેંક ઉંચકાયા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ ઈન્ટ્રા-ડે 727 પોઈન્ટ ગગડીને નીચામાં 39948 થયો હતો તે આંશીક રિકવર થઈ 557 પોઈન્ટના ઘટાડાથી 40128 હતો નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 166 પોઈન્ટના ઘટાડાથી 11763 હતો. તે ઉંચામાં 11942 તથા નીચામાં 11711 હતો. બેંક નીફટી 371 પોઈન્ટના ઘટાડાથી 24107 હતો. મીડકેપ ઈન્ડેકસમાં પણ 300 પોઈન્ટનો ઘટાડો હતો.


Related News

Loading...
Advertisement