14મી ફેબ્રુઆરીના નવ મુમુક્ષુઓનો દીક્ષા મહોત્સવ ઉજવાશે

26 October 2020 02:02 PM
Rajkot Dharmik
  • 14મી ફેબ્રુઆરીના નવ મુમુક્ષુઓનો દીક્ષા મહોત્સવ ઉજવાશે
  • 14મી ફેબ્રુઆરીના નવ મુમુક્ષુઓનો દીક્ષા મહોત્સવ ઉજવાશે
  • 14મી ફેબ્રુઆરીના નવ મુમુક્ષુઓનો દીક્ષા મહોત્સવ ઉજવાશે
  • 14મી ફેબ્રુઆરીના નવ મુમુક્ષુઓનો દીક્ષા મહોત્સવ ઉજવાશે
  • 14મી ફેબ્રુઆરીના નવ મુમુક્ષુઓનો દીક્ષા મહોત્સવ ઉજવાશે

ગિરનારની ધન્યધરા પર રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.ના ચરણમાં નવ મુમુક્ષુઓના માતા-પિતાએ સંયમ સંમતિ આપી :પૂ.નમ્રમુનિ મ.એ. દીક્ષા મહોત્સવના મંગલ મુર્હુુતની ઘોષણા કરી : 51 હજાર ગરીબ પરિવારોમાં મિઠાઇ વિતરણ : સંયમ સંમતિ અવસરની ભવ્ય ઉજવણી કરાઇ : વિશ્વ વિખ્યાત કથાકાર પૂ.મોરારીબાપુની પાવન ઉપસ્થિતિ

રાજકોટ તા.26
પ્રભુનેમના સથવાર ગિરનારે થવું અણગારના ઉત્કૃષ્ટ વૈરાગ્ય ભાવો સાથે, 36 આત્માઓના સંયમ પ્રદાતા એવા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણમાં આજીવન સમર્પિત થઈને જૈન દીક્ષાઅંગિકાર કરવા થનગની રહેલાં આઠ-આઠ આત્માઓના માતાપિતાએ અર્પણ કર્યો સંયમ સંમતિ પત્ર.જિનશાસનમાં એકઐતિહાસિક ઘટનાનું સર્જન થયું જ્યારે મુમુક્ષુઓના વૈરાગ્ય ભાવો અને માતા પિતાના નિસ્વાર્થતાના ભાવોને નિહાળી સંયમ ઝંખતા એકઓર મુમુક્ષુના માતા પિતાએ એકાએક સ્વયંના સંતાનનેસંયમની સંમતિ અર્પણ કરી.સંયમની અનુમતિ મળતા સર્વત્ર હર્ષનાદ ગુંજી ઉઠ્યો અને કુલ નવ નવ આત્માઓના સંસાર ત્યાગના અવસર યોજાયા.
દશેરાના પાવન દિવસે, ગિરનારની ધન્ય ધરા પર મુમુક્ષુ ફેનિલકુમાર જિગ્નેશભાઈ અજમેરા (રાજકોટ), મુમુક્ષુ શ્રેયમબેન તરુણભાઈ ખંધાર (મુંબઇ), મુમુક્ષુ નિરાલીબેન તરુણભાઈ ખંધાર (મુંબઇ), મુમુક્ષુ એકતાબેન અશ્વિનભાઈ ગોસલીયા (મુંબઈ),મુમુક્ષુ અલ્પાબેન મનોજભાઈ અજમેરા (મુંબઇ), મુમુક્ષુ આયુષીબેન નિલેશભાઈ મેહતા (મુંબઇ), મુમુક્ષુ નિધિબેન કમલેશભાઈ મડીયા (મુંબઈ), મુમુક્ષુ દીયાબેન કલ્પેશભાઈ કામદાર (રાજકોટ) તેમજમુમુક્ષુ મિશ્વાબેનનીતિનભાઈ ગોંડા (રાજકોટ) એમ કુલ નવ આત્માઓનોસંયમ સંમતિ અવસરચર્તુવિધ સંઘની ઉપસ્થિતિમાં લાઈવ પ્રસારણના માધ્યમે દેશ - વિદેશના હજારો હજારો ભાવિકો તેમજ અનેક અનેક સંત - સતીજીઓની સાક્ષીમાં અત્યંત ઉત્સાહભાવો સાથે સંપન્ન થયો.
જ્યારે મુમુક્ષુ આત્માઓના માતા - પિતાએ પોતાના સંતાનોના કલ્યાણ માર્ગ પર પ્રયાણ કરવાની મંજુરી આપતાં સંયમ સંમતિ પત્ર પર આજ્ઞાની મહોર અંકિત કરીને, હસ્તાક્ષર કરીને પરમ ગુરુદેવના ચરણમાં પોતાના સંતાનને સમર્પિત કર્યા હતાં. પરમ ગુરુદેવના શ્રીમુખેથી પ્રગટ થતાં બ્રહ્મ મંત્રોચ્ચાર તેમજ સ્વસ્તિકના મંગલ રચના સાથે કરવામાં આવેલસંયમ સંમતિ અવસરના દિવ્ય દૃશ્યો સહુને ધન્ય બનાવી ગયા હતાં.
આ અવસરે મુમુક્ષુઓએ અત્યંત અહોભાવપૂર્વક પોતાના અંતરના સંયમભાવોની હૃદયસ્પર્શી અભિવ્યક્તિ કરતાં દરેક હૃદય અહોભાવિત થયાં હતાં. મુમુક્ષુ ફેનિલભાઈએ આ અવસરને પોતાના બાળપણના પ્રભુવેશ ધારણ કરવાના સ્વપ્ન સાકારની ક્ષણ તરીકે ઓળખાવીને કહ્યું હતું કે, પરમ ગુરુદેવના વચનોનું શ્રવણ કરતાં જીવનમાં વ્યર્થ શું અને અર્થરૂપ શું એ સત્ય સમજાઈ ગયું. આત્મિક ગુણોની વૃધ્ધિ તે જ માનવભવની સાર્થકતા છે તે સત્ય સમજાઈ ગયું.
બે બહેનો મુમુક્ષુ શ્રેયમબેન અને મુમુક્ષુ શ્રી નિરાલીબેને સુંદર શૈલીમાં જુગલબંધી સર્જીને સંયમ ભાવોની અભિવ્યક્તિ કરી હતી. મુમુક્ષુ શ્રેયમબેને કહ્યું હતું કે, સંસારના ક્ષેત્રમાં એમ્બીશીયસ રહેતી હું આજે પણ એમ્બીશીયસ છું, એકપણ જીવને ન હણવા માટે, સિઘ્ધત્વને પામવા માટે. હવે તો આ આત્માને ગુણોથી શણગારવો છે. મુમુક્ષુ શ્રી નિરાલીબેને કહ્યું હતું કે, "અંતે શું?" પરમ ગુરુદેવનો આ એક પ્રશ્ન મને અનિત્યતાના દર્શન કરાવી ગયો. મુમુક્ષુ શ્રી એકતાબેને પોતાના ભાવોની અભિવ્યક્તિ કરતાં કહ્યું હતું કે,અર્હમ યુવા ગ્રુપ દ્વારાપરમ ગુરુદેવે આપેલી નિ:સ્વાર્થ સેવાની પ્રેરણા આજે મને નિ:સ્વાર્થ એવા સંયમજીવન તરફ દોરી ગઈ છે. મુમુક્ષુ શ્રી અલ્પાબેને કહ્યું હતું કે, ભગવાન બનવાના ભવને માત્ર મનુષ્ય બનવામાં જ વીતાવી દઈશ? એવા પરમ ગુરુદેવના એક જ વચને મને ધર્મરૂપી શરણનું સત્ય સમજાવી દીધું.
મુમુક્ષુ આયુષીબેને પારણામાં જ નવકાર મંત્રની પ્રાપ્તિ અને નાની ઉંમરે જ થયેલા ગુરુના યોગે સંયમ માર્ગની પ્રાપ્તિ કરાવી તે બદલ ગૌરવના ભાવ વ્યક્ત કર્યા હતાં. મુમુક્ષુ નિધિબેને ચાર વર્ષ પહેલાં પરમ ગુરુદેવના સાંનિધ્યે થયેલી આઠ દીક્ષાને પોતાના સંયમભાવોના પ્રેરકબળ તરીકે ઓળખાવીને પોતાના સંયમગ્રહણની પ્રબળતાના દર્શન કરાવ્યાં હતાં. મુમુક્ષુ શ્રી દિયાબેને સંયમ ભાવોને દર્શાવતા કહ્યું હતું કે, દિયા રૂપી મારા અસ્તિત્વના પ્રકાશને મિટાવીને સ્વયં દિવાકર બનવા સંયમ ગ્રહણ કરી રહી છું. દીક્ષાની આજ્ઞા સાથે આજે મને સર્વ જીવો સાથે મૈત્રી કરવાની આજ્ઞા મળી ગઈ છે.
ગોંડલ સંપ્રદાયમાં આઠ આઠ આત્મઓના થનારા પ્રવેશ પર ભાવોની અભિવ્યક્તિ કરતાં આ અવસરે પ્રવિણભાઇ કોઠારીએ મુમુક્ષુઓને લાખ - લાખ ભાવવંદન કર્યા હતા. જૂનાગઢ સંઘના વજજુભાઈ દામાણીના અહોભાવ અભિવ્યક્તિ બાદ સંયમભાવોના દિવ્ય વાતાવરણ વચ્ચે મિશ્વાબેન ગોંડાના માતા પિતાએ તેઓના સંયમ ગ્રહણ કરવાના ઉત્કૃષ્ટ ભાવોને સ્વયંની મંજૂરી અર્પણ કરી. મુમુક્ષુ મિશ્વાબેનનીતિનભાઈ ગોંડાએ ગિરનારની જ આ ધરા પર પરમ ગુરુદેવના યોગે પામેલી આત્મજાગૃતિની ક્ષણોને યાદ કરીને પોતાની સંયમગ્રહણની તાલાવેલીના દર્શન કરાવતા સર્વત્ર હર્ષનાદ સહ ભાવિકોએ પ્રભુનેમના પવિત્ર સ્પંદનોની જાણે સાક્ષાત અનુભૂતિ કરી હતી.
દીક્ષાર્થીઓના ધર્મ માતા પિતા સ્વરૂપે શ્રી ઉર્વીબેન ચિંતનભાઈ શાહ પરિવાર (મલાડ), શ્રી કાજલબેન મિતેશભાઈ ગાંઠાણી (કોલકત્તા), પ્રિયંકાબેન ચિરાગભાઈ શાહ (કોલકત્તા), અનિલાબેન દિલીપભાઈ ધોળકીયા (દિલ્હી), અપેક્ષાબેન પિયુષભાઈ મોદી (ઘાટકોપર), સ્મિતાબેન અનિલભાઈ અજમેરા (અમદાવાદ), પૂનમબેન જયેશભાઈ ભરવાડા (રાજકોટ), હેતલબેન સંજયભાઈ શેઠ(રાજકોટ) તેમજ શિલ્પાબેન સંજયભાઈ સંઘવી (ઘાટકોપર) એ સંયમ અનુમોદના કરેલ.
દરેક દીક્ષાર્થીઓના કરકમલમાં અત્યંત ઉત્સાહ અને અહોભાવ સાથે રજત શ્રીફળ અર્પણ કરવાનો લાભ લઈને સ્નેહાબેન હિતેનભાઈ મહેતા પરિવાર ધન્ય બન્યો હતો.
એક સાથે નવ- નવ આત્માઓના કલ્યાણ સ્વરૂપ ભગવતી જૈન દીક્ષા મહોત્સવના તા: 14 ફેબ્રુઆરી 2021, ના મંગલમય મુહૂર્તની પરમ ગુરુદેવે ઉદ્દઘોષણા કરતાં સહુએ આનંદના વધામણા કર્યા હતાં. સંયમ ધર્મ અને મુમુક્ષુઓની અનુમોદના કરવા આ અવસરે, મોરારીબાપુની પધરામણી સાથે જૂનાગઢ સંઘના પ્રોફેસર દામાણી, સુરેશભાઈ કામદાર સંઘના આદિ મહાનુભાવો વિશેષ ભાવો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.
વિશેષમાં, આવી રહેલાં પર્વના દિવસો તેમજ સંયમ સંમતિ અવસર નિમિત્તે ગરીબ પરિવારોને પણ મોઢું મીઠું કરવાના શ્રેષ્ઠ ભાવો સાથે કવેસ્ટ ફાઉન્ડેશનના ધર્મવત્સલા શ્રી બીનાબેન અજયભાઈ શેઠ પરિવાર તરફથી ₹ 51 લાખના અનુદાનની સાથે આયોજિત "મા કા પ્રસાદ" અભિયાનમાં દેશ - વિદેશના હજારો ભાવિકોએ માતબર અનુદાન અર્પણ કરીને 51000થી વધુ ગરીબ પરિવારોમાં મીઠાશ પ્રસરાવતી માનવતાના દર્શન કરાવ્યા હતાં. અનુદાન અર્પણ કરનારાઓમાંથી નવ ભાવિકોના નામ દીક્ષાર્થીઓના શુભ હસ્તે લક્કી ડ્રો દ્વારાસિલેક્ટ કરવામાં આવતાં તેમને દીક્ષાર્થીઓના હસ્તે મંગલ કલશ અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
ઉપરાંતમાં, વિજયાદશમીના પાવન અવસરે ગોંડલ ગચ્છ શિરોમણી પૂજ્ય શ્રી જયંતમુનિ મહારાજ સાહેબની 99મી જન્મજયંતિ નિમિત્તે એમને યાદ કરીઅમેરિકાના ભાવિકો તરફથી પેટરબાર સ્થિત ચક્ષુ ચિકિત્સાલય અર્થે રૂપિયા 11 લાખનું અનુદાન જાહેર કરવામાં આવતાં જયકાર વર્તાયો હતો.


Related News

Loading...
Advertisement