સારી ઊંઘ જોઇએ છે તો રાત્રે તીખું ભોજન લેવાનું બંધ કરો

26 October 2020 10:24 AM
Health
  • સારી ઊંઘ જોઇએ છે તો રાત્રે તીખું ભોજન લેવાનું બંધ કરો

ઓસ્ટ્રેલિયાના સંશોધકોનો ખુલાસો

સિડની તા. ર6 : શું આપને પણ રાત્રે પથારી પર પડખા ફેરવ્યા બાદ મોડે મોડે ઉંઘ આવે છે ? જો હા તો આપે મીઠી ઉંઘ માટે ખાનપાનમાં ફેરફાર કરવાની જરૂર છે. એક તાજેતરના સંશોધનમાં બહાર આવ્યું છે કે રાત્રે સુરતા પહેલા તીખું ખાવામાં ઘટાડો કરવાથી સારી ઉંઘ આવે છે.
ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ તીખા ભોજન અને ખરાબ ઉંઘ વચ્ચે મોજુદ સંબંધોની તપાસ કરી હતી. આ સંશોધનને ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સાઇકો ફિઝિયોલોજીમાં પ્રકાશિત કરાયું છે.સ સંશોધકોએ એક દિવસ કેટલાક લોકોને સુતા પહેલા તીખો ખોરાક આપ્યો અને બીજા દિવસે સામાન્ય ખોરાક. તેમણે ઉંઘના પુરા સમયગાળાનો અભ્યાસ કર્યો. તેમણે જાણ્યું કે તીખું ભોજન લેવાથી મધરાત્રે આવતી ગાઢ ઉંઘનો સમયગાળો ઘટયો હતો.


Related News

Loading...
Advertisement