નરેશ કનોડિયાના ભાઈ અને પૂર્વ સાંસદ મહેશ કનોડિયાનું 83 વર્ષની વયે નિધન

25 October 2020 01:26 PM
Gujarat
  • નરેશ કનોડિયાના ભાઈ અને પૂર્વ સાંસદ મહેશ કનોડિયાનું 83 વર્ષની વયે નિધન

● મહેશભાઈ પાટણથી 4 વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા ● સંગીતકાર તરીકે ગુજરાતી ફિલ્મ જગતમાં મહત્વનું યોગદાન આપ્યું

અમદાવાદ :
ગુજરાતી ફિલ્મ જગતના સુપરસ્ટાર અભિનેતા નરેશ કનોડિયાના ભાઈ અને પાટણના પૂર્વ સાંસદ મહેશ કનોડિયાનું આજે 83 વર્ષની વયે અવસાન થયું છે. લાંબી બિમારી બાદ તેમણે અંતિમ શ્વાલ લીધા હતા.

છેલ્લા બે દિવસથી કોરોનાગ્રસ્ત થયેલા નરેશ કનોડિયાને લઈ અફવા ફેલાઈ હતી. ત્યારબાદ હિતુ કનોડિયાએ તે અફવા પર સ્પષ્ટતા કરી હતી. જોકે આજે ખૂબ દુઃખદ સમાચાર મળી રહ્યા છે. જે મુજબ નરેશ કનોડિયાના મોટા ભાઈ મહેશ કનોડિયાએ આજે ગાંધીનગર ખાતે પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. મહેશ કનોડિયા પણ સારા કલાકાર અને સંગીતકાર હતા.

◆ પ્રખ્યાત સંગીતકાર, ઉમદા ગાયક

મહેશ કનોડિયા ઉમદા ગાયક હતા. તેઓ સ્ત્રી, પુરુષ બન્ને અવાજમાં ગીત ગાઈ શકવાની કુદરતી બક્ષીશ ધરાવતા હતા. સંગીતકાર તરીકે તેમને અનેક ગુજરાતી ફિલ્મો, હિન્દી વીડિયો આલ્બમમાં પોતાનો સ્વર અને સંગીત પીરસ્યું છે. નરેશ અને મહેશની જોડીને બંધુ બેલડી તરીકે ઓળખાતી, મહેશે નરેશ કનોડિયા સાથે વેલીને આવ્યા ફૂલ, જીગર અને અમી, તાનારીરી, તમે રે ચંપો ને અમે કેળ, વણઝારી વાવ, ભાથીજી મહારાજ, મરદનો માંડવો, ઢોલા મારુ, હિરણને કાંઠે, જોડે રહેજો રાજ, સાજણ તારા સંભારણા જેવા ફિલ્મોમાં સંગીત આપી ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું.


Related News

Loading...
Advertisement