દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50,000થી વધુ કેસ, 578 લોકોના મોત

25 October 2020 12:12 PM
India
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50,000થી વધુ કેસ, 578 લોકોના મોત

◆ શનિવારે 53 હજારથી વધુ કેસ નોંધાયા હતા ◆ આજે 62,077 દર્દીઓ સાજા થયા

દિલ્હીઃ
દેશમાં કોરોના મહામારીની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના દૈનિક કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રવિવારે 50 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે, જ્યારે શનિવારે 53 હજારથી વધુ કેસ નોંધાયા હતા. દેશમાં કોવિડ -19 માંથી સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા વધીને 70 લાખથી વધુ થઈ ગઈ છે.

◆ સક્રિય કેસ સાત લાખથી નીચે આવી ગયા

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50,129 નવા કેસ નોંધાયા છે, અને 578 લોકોના મોત નીપજ્યા છે. દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 78,64,811 થઈ ગઈ છે. મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં સક્રિય કેસ સાત લાખથી નીચે આવી ગયા છે. તેમાં છેલ્લા 24 કલાકમાં 12,526 નો ઘટાડો આવતા હાલ કોવિડ -19 ના 6,68,154 સક્રિય કેસ છે.

◆ કુલ 1,17,956 લોકોના મોત

દેશમાં કોરોનાને મ્હાત આપનાર દર્દીઓની સંખ્યા વધીને 70,78,123 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 62,077 દર્દીઓ સાજા થઈ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે. બીજી તરફ, કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 1,17,956 લોકોના મોત નીપજ્યાં છે.


Related News

Loading...
Advertisement