ખૂનથી ખરડાતી બિહારની ચૂંટણી : અંધાધૂંધ ગોળીબાર કરી ઉમેદવારની હત્યા

24 October 2020 10:41 PM
India Politics
  • ખૂનથી ખરડાતી બિહારની ચૂંટણી : અંધાધૂંધ ગોળીબાર કરી ઉમેદવારની હત્યા

● મૃતક નારાયણસિંહ જનતા દળ રાષ્ટ્રવાદી પાર્ટીના ઉમેદવાર હતા, આ પહેલા નારાજ થઈ લાલુ પ્રસાદ યાદવની પાર્ટીમાંથી રાજીનામુ ધરી દીધું હતું ● હત્યા પાછળ રાજકીય રાગદ્વેષ કે બીજું કોઈ કારણ? : પોલીસે બે હુમલાખોરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

પટના:
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા ગુનેગારો પણ સક્રિય થઈ ગયા છે. રાજ્યના શિવહર જિલ્લાના હાથસાર ગામમાં હુમલાખોરોએ જનતા દળ રાષ્ટ્રવાદી પાર્ટીના ઉમેદવાર નારાયણસિંહ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન તે ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ટૂંક સમયમાં જ તેમનું મોત નીપજ્યું હતું. આ કેસમાં બે હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. અને હત્યા કરવા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

◆ શ્રીનારાયણને ટીકીટ ન મળતા લાલુ પ્રસાદ યાદવની પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું

મૃતક શ્રીનારાયણ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીના જિલ્લા ઉપપ્રમુખ હતા. આ ચૂંટણીમાં તેમને આશા હતી કે શિવહરથી આરજેડી તેમને ઉમેદવાર બનાવશે, પરંતુ તેમને ટિકિટ મળી નહોતી. જેથી નારાજ થઈ શ્રીનારાયણસિંહે પાર્ટી છોડી દીધી અને જનતા દળ રાષ્ટ્રવાદી પાર્ટીમાં જોડાયા હતા.

◆શ્રીનારાયણ વિરુદ્ધ બે ડઝનથી વધુ કેસ

શ્રીનારાયણ સિંહ પર બે ડઝનથી વધુ કેસ નોંધાયા છે. તે શિવહરના નયાગાંવના રહેવાસી હતા. તેઓ નયાગાંવ પંચાયતના મુખિયા અને ડુમરી કટસારીથી જિલ્લા પરિષદના સભ્ય પણ હતા.


Related News

Loading...
Advertisement