ઇસ્કોન સંસ્થાના ગુજરાત અધ્યક્ષ પૂજ્ય જશોમતિનંદનદાસજીનું 72 વર્ષની વયે દેહાવસાન

24 October 2020 10:05 PM
Ahmedabad Gujarat
  • ઇસ્કોન સંસ્થાના ગુજરાત અધ્યક્ષ પૂજ્ય જશોમતિનંદનદાસજીનું 72 વર્ષની વયે દેહાવસાન
  • ઇસ્કોન સંસ્થાના ગુજરાત અધ્યક્ષ પૂજ્ય જશોમતિનંદનદાસજીનું 72 વર્ષની વયે દેહાવસાન

● જશોમતિનંદનદાસજીનું સ્વાસ્થ્ય નાદુરસ્ત રહેતા છેલ્લાં 10 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા ● તેમણે શ્રીકૃષ્ણભક્તિના પ્રચાર-પ્રસાર દરમિયાન 40થી વધુ મંદિર-કેન્દ્રોની સ્થાપના કરાવી હતી

અમદાવાદઃ
ઇસ્કોન (ISCON)ના ગુજરાત અધ્યક્ષ પૂજ્ય જશોમતિનંદનદાસજીનું 72 વર્ષની વયે દેહાવસાન થયુ છે. ગુજરાતમાં ઇસ્કોન સંપ્રદાયના પ્રસારમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે.

પૂજ્ય જશોમતિનંદનદાસજીએ ગુજરાતમાં ઇસ્કોન સંપ્રદાયના વિકાસ માટે યાદગારીરૂપ સદકાર્યો કર્યા છે. તેમણે ગુજરાતમાં 45 વર્ષ સુધી શ્રીકૃષ્ણભક્તિના પ્રચાર-પ્રસાર દરમિયાન 40થી વધુ મંદિર-કેન્દ્રોની સ્થાપના કરાવી હતી. તેઓ કોરોના સંક્રમિત થયા હતા. બાદમાં તેમનો રિપોર્ટ નેગેટિવ પણ આવી ગયો હતો, પરંતુ અન્ય તકલીફો હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ જ હતા. તેઓનું સ્વાસ્થ્ય નાદુરસ્ત રહેતા છેલ્લાં 10 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. આજે શનિવારે તેઓનું વૈકુંઠગમન થતા અનેક શ્રદ્ધાળુઓ, ભાવિકો, ઇસ્કોન સંપ્રદાયના અનુયાયીઓ શોક સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement