ભાવનગરમાં આજે કોરોનાના નવા ૧૫ કેસ સામે ૨૧ દર્દી સાજા થયા

24 October 2020 08:49 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં આજે કોરોનાના નવા ૧૫ કેસ સામે ૨૧ દર્દી સાજા થયા

●જિલ્લામાં નોંધાયેલા ૪,૬૮૩ કેસ પૈકી હાલ ૭૫ દર્દી સારવાર હેઠળ ●અત્યાર સુધીમાં કુલ ૪,૫૩૩ દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.૨૪
ભાવનગર જિલ્લામાં આજે ૧૫ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા સંક્રમિતોની કુલ સંખ્યા ૪,૬૮૩ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૭ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૯ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં તળાજાના અલંગ ગામ ખાતે ૧, જેસરના અયાવેજમાં ૧, વલ્લભીપુર ખાતે ૨, સિહોરના નવાગામે ૧ તેમજ સિહોરમાં ૧ કેસ મળી કુલ ૬ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આજે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૭ અને તાલુકાઓના ૪ એમ કુલ ૨૧ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવું પડશે. આમ જિલ્લામાં નોંધાયેલા ૪,૬૮૩ કેસ પૈકી હાલ ૭૫ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૪,૫૩૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ ૬૮ દર્દીઓના મોત થયા છે.


Related News

Loading...
Advertisement