એશિયન ગેમ્સ ચેમ્પિયન, ગોલ્ડ મેડાલિસ્ટ સરિતા ગાયકવાડની DYSP તરીકે નિમણૂક : ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટ્વિટ કરી માહિતી આપી, અભિનંદન પાઠવ્યા

24 October 2020 08:18 PM
Gujarat
  • એશિયન ગેમ્સ ચેમ્પિયન, ગોલ્ડ મેડાલિસ્ટ સરિતા ગાયકવાડની DYSP તરીકે નિમણૂક : ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટ્વિટ કરી માહિતી આપી, અભિનંદન પાઠવ્યા
  • એશિયન ગેમ્સ ચેમ્પિયન, ગોલ્ડ મેડાલિસ્ટ સરિતા ગાયકવાડની DYSP તરીકે નિમણૂક : ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટ્વિટ કરી માહિતી આપી, અભિનંદન પાઠવ્યા
  • એશિયન ગેમ્સ ચેમ્પિયન, ગોલ્ડ મેડાલિસ્ટ સરિતા ગાયકવાડની DYSP તરીકે નિમણૂક : ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટ્વિટ કરી માહિતી આપી, અભિનંદન પાઠવ્યા

● દુર્ગાષ્ટમીના પાવન પર્વે સરકારે મહિલાશક્તિની કદર કરી ● સરિતા ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર છે

ગાંધીનગર:
ગુજરાત સરકાર દ્વારા એશિયન ગેમ્સ ચેમ્પિયન, ગોલ્ડ મેડાલિસ્ટ સરિતા ગાયકવાડની DYSP તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટ્વિટ કરી માહિતી આપી હતી અને સરિતાને અભિનંદન પાઠવ્યા હતા.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટ્વિટમાં જણાવ્યું હતું કે, "ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર ૧૮મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મીટર. રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ગુજરાતની દીકરી શકિતવંદના સ્વરૂપા સુ.શ્રી.સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક બદલ અભિનંદન"

ઉલ્લેખનીય છે કે 2018માં સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સમાં ભારતની 4×400 મીટર રીલેદોડની ટીમમાં સભ્ય હતી. આ ટીમે ત્યારે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આમ દુર્ગાષ્ટમીએ મહિલાશક્તિની સરકારે કદર કરી છે. એમ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતુ. નોંધનીય છે કે, સરિતા ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.


◆ સરિતા ગાયકવાડનો જન્મ ડાંગ જિલ્લાના કરડીઆંબા ગામમાં થયો હતો

સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડનો જન્મ ૧ જૂન ૧૯૯૪ના રોજ ગુજરાતના ડાંગ જિલ્લાના કરડીઆંબા ગામ ખાતે આદિવાસી પરિવારમાં થયો હતો. એશિયન ગેમ્સ પહેલા તેમણે ગુજરાત તરફથી રાષ્ટ્રીય કક્ષાની ખો-ખો સ્પર્ધામાં વર્ષ ૨૦૧૦ સુધી ભાગ લીધો હતો. તેમની ડીવાયએસપી તરીકે નિમણૂક થઈ તે પહેલા તેઓ આવકવેરા વિભાગમાં કામ કરતા હતા.


Related News

Loading...
Advertisement