ગુજરાતમાં સતત ઘટતું કોરોના સંક્રમણ : આજે નવા ૧૦૨૧ કેસ નોંધાયા

24 October 2020 07:45 PM
Gujarat
  • ગુજરાતમાં સતત ઘટતું કોરોના સંક્રમણ : આજે નવા ૧૦૨૧ કેસ નોંધાયા

છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૧૩ દર્દીએ કોરોનાને મ્હાત આપી, રિકવરી રેટ ૮૯.૩૭ ટકા

રાજકોટઃ
ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે. મહદઅંશે રાહત મળી છે. નવા કેસ સામે સાજા થતા લોકોની સંખ્યા પણ વધી રહી છે. રિકવરી રેટ ૮૯.૩૭ ટકા થઈ ગયો છે. છેલ્લા ર૪ કલાકમાં કોરોના પોઝીટીવ નવા ૧૦૨૧ કેસો નોંધાયા છે. જ્યારે ૬ દર્દીઓના મૃત્યુ થયા છે. તેમજ ૧૦૧૩ દર્દીઓ સાજા થયા છે.

હાલ કુલ ૭૧ દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે ૧૩૯૧૬ દર્દીઓ સ્ટેબલ છે, રાજ્યનો કુલ મૃત્યુઆંક ૩૬૮૨ તથા કુલ પોઝીટીવ કેસનો આંક ૧૬૬૨૫૪ પર પહોંચ્યો છે.

જિલ્લા મુજબ નોંધાયેલા નવા કેસો

સુરત ૨૩૭
અમદાવાદ ૧૭૭
વડોદરા ૧૧૭
રાજકોટ ૧૦૩
જામનગર ૪૬
મહેસાણા ૨૯
સાબરકાંઠા ૨૬
સુરેન્દ્રનગર ૨૨
બનાસકાંઠા ૨૦
અમરેલી ૧૯
ભરૂચ ૧૮
જૂનાગઢ ૧૮
ગાંધીનગર ૩૦
મોરબી ૧૫
પંચમહાલ ૧૫
ભાવનગર ૧૫
પાટણ ૧૪
કચ્છ ૧૩
આણંદ ૧૦
ગીર સોમનાથ ૧૦
નર્મદા ૧૦
ખેડા ૧૦
દાહોદ ૯
છોટા ઉદેપુર ૮
દેવભૂમિ દ્વારકા ૬
મહિસાગર ૫
અરવલ્લી ૪
બોટાદ ૪
નવસારી ૩
પોરબંદર ૩
તાપી ૩
વલસાડ ૧
ડાંગ ૧.


Related News

Loading...
Advertisement