ઈન્કમટેકસના નિવૃત અધિકારી પર આવકવેરા દરોડા કેસ: કરોડોની પ્રોપર્ટી-સોનુ-રોકડ-જવેલરી મળ્યા

24 October 2020 07:01 PM
Surat Gujarat
  • ઈન્કમટેકસના નિવૃત અધિકારી પર આવકવેરા દરોડા કેસ: કરોડોની પ્રોપર્ટી-સોનુ-રોકડ-જવેલરી મળ્યા

જવેલર્સ સામે આરોપ મુકનારા પુર્વ અધિકારી એવા ભાજપ નેતા ખુદ ભીંસમાં : પીવીએસ શર્મા તથા તેના કનેકશનમાં કુલ 13 સ્થળોએ દરોડા: મુંબઈ-થાણેમાં ત્રણ સ્થળે તપાસ પૂર્ણ

સુરત તા.24
સુરતના જવેલર્સ પર મની લોન્ડરીંગ તથા આવકવેરા ખાતાએ સમગ્ર કારસ્તાન પર આંખ મીચામણા કર્યાના નિવૃત અધિકારી પીવીએસ શર્માના પ્રકરણમાં નવા ચોંકાવનારા વળાંક આવવા લાગ્યા છે તેના કનેકશનમાં કુલ 13 સ્થળોએ આવકવેરા ખાતાએ દરોડા પાડતા સંખ્યાબંધ શંકાસ્પદ વ્યવહારોનો પર્દાફાશ થયાનું બહાર આવ્યું છે.

સુરત ભાજપના ઉપપ્રમુખ એવા આવકવેરા ખાતાના નિવૃત અધિકારીએ સૂરતના જવેલર્સ તથા ઈન્કમટેકસ તંત્ર સામે નિશાન તાકતુ ટવીટ કર્યુ હતું જે પછી આવકવેરા ખાતાએ તેમના નિવાસસ્થાને દરોડા પાડયા હતા. પ્રાથમીક તપાસમાં જ કેટલાંક કનેકશન ખુલતા દરોડા કાર્યવાહી વિસ્તારવામાં આવી હતી. સૂત્રોએ કહ્યું કે પીવીએસ શર્મા ઉપરાંત તેમના સીએ અશોક આદુકીયા તેમજ બિલ્ડર ધવલ શાહને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

નોકરીયાત કર્મચારી તરીકે વર્ષે 18 લાખનો પગાર મેળવે છે તે મુંબઈમાં કુસુમ સીલીકોન તથા સુરતમાં કુસુમ ડાઈકેમમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. શર્મા તથા તેના પરિવારના 10 બેંક લોકરો મળી આવ્યા હતા. ઉપરાંત 25 લાખની જવેલરી, 18 પ્લાંટ, 4 કાર તથા 10 લાખ રોકડા મળી આવ્યા હતા. આ સિવાય તેમના કનેકશનમાં જયાં દરોડા પાડવામાં આવ્યા છે

ત્યાંથી દોઢ કિલો સોનુ, 83 લાખની જવેલરી, 59 લાખની રોકડ, 40 લાખની એફડી ઉપરાંત પ્રોપર્ટી દસ્તાવેજો મળી આવ્યા છે. સૂત્રોના કહેવા પ્રમાણે બુધવારે મોડીરાતથી હાથ ધરાયેલી દરોડા કાર્યવાહી આજે સતત ત્રીજા દિવસે યથાવત રાખવામાં આવી છે. કુલ 13 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા તેમાંથી મુંબઈ-થારેમાં ત્રણ સ્થળોએ તપાસ પૂર્ણ કરવામાં આવી છે. અન્યત્ર હજુ કાર્યવાહી ચાલુ છે.


Related News

Loading...
Advertisement