મહેશ ભટ્ટ બોલીવુડનો ડોન છે: ભાણેજ વહુ લુવિનાનો સનસનીખેજ આક્ષેપ

24 October 2020 05:46 PM
Entertainment
  • મહેશ ભટ્ટ બોલીવુડનો ડોન છે: ભાણેજ વહુ લુવિનાનો સનસનીખેજ આક્ષેપ

મહેશ ભટ્ટે અનેક એકટર, ડાયરેકટર અને કમ્પોઝરોને કામમાંથી કાઢી મુકયા છે: લુવિના

મુંબઈ તા.24
બોલીવુડ એકટર સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ બોલીવુડને લઈને નવા નવા ખુલાસા થઈ રહ્યો છે. તેમાં સુશાંતસિંહની પ્રેમિકા રિયા ચક્રવર્તીને લઈને બોલીવુડના નિર્માતા-નિર્દેશક મહેશ ભટ્ટ પણ ચર્ચામાં આવ્યા હતા. હવે મહેશ ભટ્ટના ભાણેજની પત્ની અને અભિનેત્રી લુવિના લોધે એવો સનસનીખેજ આરોપ લગાવ્યો છે કે મહેશ ભટ્ટ બોલીવુડના ડોન છે.

લુવિનાએ પોતાના અધિકૃત ટવીટર હેન્ડલ અને ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો જાહેર કરીને મહેશ ભટ્ટ ઉપરાંત અનેક ફીલ્મી હસ્તીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
લુવિનાએ જણાવ્યું હતું કે મારા લગ્ન મહેશ ભટ્ટના ભાણીયા અમ્રીત સભરવાલ સાથે થયેલા છે મેં તેની સામે ડિવોર્સની અરજી કરી છે, કારણ કે મને ખબર પડી ગઈ કે ડ્રગ્સ સપ્લાય કરે છે.

લુવિનાએ એવો ચોંકાવનારો આક્ષેપ લગાવ્યો હતો કે મહેશ ભટ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી મોટો ડોન છે અને આખી સીસ્ટમ એ જ ઓપરેટ કરે છે. જો તેના બનાવેલા નિયમ મુજબ ન ચાલો તો તે તમારું જીવવું હરામ કરી દે છે. તેણે ઘણા એકટર્સ, ડાયરેકટર્સ, કમ્પોઝરને કામમાંથી કાઢી મુકયા છે.


Related News

Loading...
Advertisement