ચીન પછી પાકિસ્તાનની પડખે ભરાતું તુર્કી: હથિયારો, નાણાકીય મદદ આપી રહ્યું છે

24 October 2020 05:41 PM
Top News World
  • ચીન પછી પાકિસ્તાનની પડખે ભરાતું તુર્કી: હથિયારો, નાણાકીય મદદ આપી રહ્યું છે

કાશ્મિરમાં ઘૂસણખોરી માટે પ્રોત્સાહન

નવી દિલ્હી તા.24
તુર્કી હવે ખુલ્લેઆમ કાશ્મિરમાં આતંકવાદ વધારવા પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે. ચીન પછી તુર્કીએ પણ પાકીસ્તાનને હથિયારો પુરા પાડી રહ્યું છે. એ ઉપરાંત તે પાકિસ્તાનને દરેક મુદે સમર્થન આપી રહ્યું છે. હથિયારો સાથે તે પાકિસ્તાનને નાણાકીય મદદ પણ કરી રહ્યું છે.

અહેવાલો મુજબ પાકિસ્તાન તુર્કી પાસેથી પૈર્મીટર સર્વેલન્સ રડાર સિસ્ટમ ખરીદવા જઈ રહ્યું છે. રેટીનાર પીટીઆઈ-એકસ પૈર્મીટર સર્વેલન્સ રડાર સિસ્ટમની વિશિષ્ટતા એ છે કે તે પોર્યેબલ છે, ફકત બે માણસો તેને સહેલાયથી કયાંય પણ લઈ જઈ શકે છે એને ચલાવવા ફકત એક વ્યક્તિની જરૂર રહે છે.

આ સિસ્મ ઓર્ટામેટીક મોટા વિસ્તારોને સ્કેન કરી શકે છે. એના ઉપયોગથી દૂરબીન અને કેમેરાની મદદથી દેખરેખ રાખવાની જરૂર નહીં પડે. એલઓસી પર ભારતીય લશ્કરની મજબૂત ગ્રીડના કારણે ભારતમાં ઘૂસવાની કોશીશો નિષ્ફળ રહેતી હોવાથી પાકિસ્તાન આ સિસ્ટમ ખરીદી રહ્યું છે.

આ રડાર મારફત તે એવા વિસ્તારો સ્કેન કરવા કોશીશ કરી પતો મેળવશે કે કયાંથી ઘૂસણખોરી કરવી સહેલી છે. આ સીસ્ટમની મદદથી તે ઘૂસણખોરીનો નવો રૂટ શોધવા કોશીશ કરશે.


Related News

Loading...
Advertisement