મુંબઈના અપક્ષ મહિલા ધારાસભ્ય શિવસેનામાં

24 October 2020 05:38 PM
India Politics Top News
  • મુંબઈના અપક્ષ મહિલા ધારાસભ્ય શિવસેનામાં

ભાજપના સમર્થક ગીતા જૈન કાલે સેનામાં જોડાશે

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપના દિગ્ગજ નેતા એકનાથ ખડગેએ પક્ષ છોડીને એનસીપીમાં જોડાતા આ આંચકામાંથી હજુ ભાજપ બહાર આવ્યો નથી ત્યાં જ મિરા ભાયંદરમાંથી ચૂંટાયેલા અપક્ષ મહિલા ધારાસભ્ય ગીતા જૈને હવે ભાજપ સાથેના તેના સંબંધોનો અંત લાવીને શિવસેનામાં જોડાઈ જવાની જાહેરાત કરી છે. તેઓ અપક્ષ તરીકે અગાઉ ભાજપના ટેકામાં આવ્યા હતા પણ તેમના મતક્ષેત્રમાં ભાજપે નરેન્દ્ર મહેતાની પ્રમુખ તરીકે નિયુક્ત કરતા ગીતા જૈન માટે કોઈ રાજકીય પક્ષનું શરણું લેવું જરૂરી બની ગયું હતું. તેઓ કાલે દશેરાના દિને માતોશ્રીમાં યોજાનારા એક ખાસ સમારોહમાં શિવસેનામાં જોડાશે.


Related News

Loading...
Advertisement