‘લક્ષ્મી બોમ્બ’ સામે વધુ એક વિરોધ: હિન્દુ સેનાની ટાઈટલ બદલવા માંગ

24 October 2020 05:35 PM
Entertainment
  • ‘લક્ષ્મી બોમ્બ’ સામે વધુ એક વિરોધ: હિન્દુ સેનાની ટાઈટલ બદલવા માંગ

હિન્દુ સેનાએ કેન્દ્રીય મંત્રી જાવડેકરને પત્ર લખી ફિલ્મ પર બાન મુકવા કરી માંગ

મુંબઈ તા.24
અક્ષયકુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ રિલીઝ પુર્વે જ વિવાદમાં ફસાઈ ગઈ છે. આખા દેશમાં અનેક સંગઠન આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી રહ્યા છે. કોઈને ફિલ્મના ટાઈટલ સામે તકલીફ છે તો કોઈને આ ફિલ્મનું ક્ધટેન્ટ ધાર્મિક લાગણી દુભાવનારું લાગે છે તો કોઈને આ ફિલ્મ લવ જેહાદને પ્રમોટ કરનારી લાગે છે. હવે રાષ્ટ્રીય હિન્દુ સેનાઓ ‘લક્ષ્મીબોમ્બ’ ફિલ્મ સામે મોરચો ખોલી દીધો છે. રાષ્ટ્રીય હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા એ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખીને ફિલ્મને બાન કરવા માંગ કરી છે. તેમણે જણાવ્યું જો ફિલ્મનું નામ ન બદલવામાં આવ્યું તો રિલીઝ સમયે કાર્યકર્તા દરેક સિનેમાઘરની બહાર દેખાવો કરશે. તેમણે જણાવ્યું હતું કે લક્ષ્મી બોમ્બના મેકર્સ કાસ્ટની સામે એકશન લેવામાં આવે. કારણ કે ફિલ્મના ટાઈટલથી હિન્દુ દેવી લક્ષ્મીનું અપમાન કર્યું છે. લક્ષ્મીના નામની પાછળ બોમ્બ શબ્દનો ઉપયોગ સ્વીકાર્ય નથી. આ ફિલ્મ સામે લવ જેહાદનો પણ આરોપ મુકાયો છે. ફિલ્મમાં હિન્દુ યુવકને મુસ્લીમ યુવતી સાથે પ્રેમ કરતો દર્શાવાયો છે.
ઉલ્લેખનીય છે કે 9 નવેમ્બરે ‘લક્ષ્મી બોમ્બ’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.


Related News

Loading...
Advertisement