બ્રેકીંગ બેડ, ચેર્નોબિલને પછાડી આઇએમડીબી પર ટોચનું ક્રમ હાંસલ કરતી ‘સ્કેમ 199ર’

24 October 2020 05:33 PM
Entertainment Top News
  • બ્રેકીંગ બેડ, ચેર્નોબિલને પછાડી આઇએમડીબી પર ટોચનું ક્રમ હાંસલ કરતી ‘સ્કેમ 199ર’

ભારતીય જનતા સમક્ષ ‘સ્કેમ’ શબ્દ ઇન્ટ્રોડયુસ કરનાર હર્ષદ મહેતાની જીવન કથની પર આધારીત સિરીઝ સુપર હીટ

મુંબઇ તા. ર4 : હાલ ફિલ્મ હોય કે વેબસિરીઝ તમામમાં રિયલ લાઇફ સ્ટોરીનો ટ્રેન્ડ જામ્યો છે. 9 ઓકટોબરનાં રોજ રિલીઝ થયેલી ‘સ્કેમ 199ર’ હર્ષદ મહેતા પર આધારીત છે. ભારતીય જનતા સમક્ષ પ્રથમ વખત ‘સ્કેમ’ નામનો શબ્દ જેને લીધે ઇન્ટ્રોડયુસ થયો તે હર્ષદ મહેતાની જીવન કથની પર આધારીત વેબસિરીઝ ભારે સુપર હીટ રહી છે. એટલુ જ નહીં ‘બ્રેકીંગ બેડ’ અને ‘ચેર્નોબિલ’ જેવી વેબસિરીઝને પછાડીને આઇએમડીબીનાં ટોપ રેન્કિંગમાં પહોંચી છે.
ભારતની કરોડોની વસ્તી રાતો રાત વૈશ્ર્વિક ટ્રેન્ડમાં ધરખમ ફેરફારો કરી શકે છે. કોઇ યુટયુબ ચેનલને મહતમ સબ સ્ક્રાઇબ કરવાથી લઇને કોઇ ઓડીયો કિલપને સૌથી વધુ ‘ડિસ-લાઇક’ આપવાના હોય તમામને લઇને ભારતીય જનતાનો મત મહત્વનો છે.
વર્ષ 199રમાં ભારતીય સ્ટોક માર્કેટમાં થયેલાં સ્કેમ પર આધારીત ‘સ્કેમ 199ર’ 9 ઓકટોબરના રોજ ઓટીટી પ્લેટફોર્મ સોની લિવ પર રિલીઝ કરવામાં આવી હતી.સ અને ગણતરીના દિવસોમાં જ તેણે આઇએમડીબીનાં ‘ટોપ રેટેડ ટીવી શો’ નાં લિસ્ટમાં ટોચનો રેન્ક હાંસલ કર્યો છે.
એક ઉભરતા ઉદ્યોગપતિ હર્ષદ મહેતાના જીવન પર આધારીત આ વેબસિરીઝ હંસલ મહેતાએ ડાયરેકટ કરી છે. પ0-પ0 મિનિટનાં 10 એપિસોડ ધરાવતી આ વેબસિરીઝ દર્શકોને છેલ્લે સુધી ઝકડી રાખવામાં કામયાબ રહી છે. 16 હજાર કરતાં વધુ વખત 10 સ્ટાર મળતાં સરેરાશ 10 માંથી 9.6 સ્કોર સાથે આ વેબસિરીઝ ટોપ પર પહોંચી છે.
‘સ્કેમ 199ર’ એ અનેક જાણીતી વેબસિરીઝ જેવી કે પ્લાનેટ અર્થ ાા (9.પ), બ્રેકીંગ બેડ (9.પ), ચેર્નોબિલ (9.4), ગેમ ઓફ થ્રોન્સ (9.ર) ને પાછળ મૂકી દીધી છે. ‘સ્કેમ 199ર’માં પ્રતિક ગાંધી, શ્રેયા, અનંત મહાદેવન, રજન કપૂર, હેમંત ખેર, નિખિલ દ્વિવેદી સહિતના કલાકારો મહત્વના પાત્રમાં જોવા મળે છે.


Related News

Loading...
Advertisement